<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

બ્રાઝિલમાં હોટ-એર બલૂન ક્રેશ થઈ ગયું: ૮ વ્‍યક્‍તિના જીવ ગયા

બલૂનમાં આગ લાગી ગઈ હતી અને પછી એમાંથી હવા નીકળી ગઈ હતી અને એ જમીન પર પટકાયું હતું

 

 

લંડન,તા.૨૩: બ્રાઝિલના સેન્‍ટા કેટરિના રાજ્‍યમાં આવેલા પ્રાયા ગ્રેન્‍ડે શહેરમાં ગઈ કાલે એક હોટ-એર બલૂન ક્રેશ થયું હતું, આ દુર્ઘટનામાં ૮ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. હોટ-ઍર બલૂનમાં પાઇલટ સહિત ૨૧ જણ હતા. ૧૩ લોકોનો આ ક્રેશમાં બચાવ થયો હતો. આ દુર્ઘટના કેમેરામાં ઝડપાઈ ગઈ હતી અને એનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો હતો. બલૂનમાં આગ લાગી ગઈ હતી અને પછી એમાંથી હવા નીકળી ગઈ હતી અને એ જમીન પર પટકાયું હતું.(૪૦.૧૪)

(10:03 AM IST)