<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

*મહત્વના સમાચારો ઉડતી નજરે*

* અમેરિકા દ્વારા ઈરાન ઉપર થયેલા હુમલાના પગલે આજે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે મહત્વની મુલાકાત થઈ રહી છે 

* ચાર રાજ્યોની પાંચ વિધાનસભા સીટો ઉપર થયેલ પેટા ચૂંટણીનું પરિણામ આજે આવી રહ્યું છે, મતગણતરી શરૂ, કેરળમાં સજ્જડ બંદોબસ્ત

* ઈરાન ઉપર અમેરિકી હુમલાના પગલે ન્યુયોર્ક શહેરમાં યુદ્ધ વિરોધી જંગી દેખાવો થયા છે 

* ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ પછી સાપુતારા નજીક આવેલ સુપ્રસિદ્ધ ગીરીધોધના ઝરણામાં ભારે પાણી આવ્યા છે 

* યુટ્યુબર  મનીષ કશ્યપ આજે બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીમાં સામેલ થઈ જશે

(10:04 AM IST)