<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

હાલાર આખું પાણી પાણી

જામનગર જીલ્લામાં સર્વત્ર વરસતો વરસાદઃ અલિયાવાડા-૮, ભલસાણબેરાજામાં પોણા આઠ ઇંચ પડી ગયો : મોટી ભલસાણ-૧૪, મોટા બાણુગારમાં ૧૦ ઇંચ : મોટાપાંચદેવડા, પીપરટોડા ૭ ઇંચઃ હરિપર-૬ાા, મોટાવડાળા, જામવણથલીમાં ૬ા ઇંચઃ અન્‍યત્ર પણ ૧ થી ૬ ઇંચ વરસી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩: હાલારમાં સર્વત્ર ગઇ કાલે વરસાદ વરસ્‍યો છે. એમાં સૌથી વધુ મોટી બાણુગાર ૧૦ ઇંચ વરસાદ પડયો છે જયારે મોટી ભલસાણમાં ૧૪ ઇંચ વરસી ગયો છે.

આ ઉપરાંત જામગનર તાલુકામાં વસઇ-૧, લાખા બાવળ-ર, ફલ્લા-૪, જામવણથલી-૬ા, અલિયાબાડા-૮, દરેડ-રાા, જોડીયા તાલુકામાં હડીયાણા-પાા, વાલંભા-ર, પીઠડ-૪ તેમજ ધ્રોલ તાલુકાના લતીપુર-૩ા, જાલીયા દેવાણી-ર, લેયારા-૧ આ ઉપરાંત કાલાવાડ તાલુકાના નિકાવા-૩, ખરેડી-૩ાા, મોટા વડાળા-૬ાા, ભલસાણ બેરાજા-૮, નવાગામ-પાા, મોટા પાંચ દેવડા-૭ ઇંચ વરસાદ પડયો છે.

જયારે જામજોધપુર તાલુકામાં સમાણા-૩ા, શેઠ વડાળા-૬, જામવાડી-૪ા, વાંસજાળીયા-૩ા, ધુનડા-રાા, ધ્રાફા-પ, પરડવા-૪ાા તથા લાલપુર તાલુકાના પીપરટોડા-૭ા, પડાણા-૧, ભણગોર-૧ાા, મોટા બડલા-૩, મોડપર-૧ા તથા હરીપરમાં ૬ાા ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર હાલારમાં પાણી પાણી થઇ ગયું છે.

(11:08 AM IST)