<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ઇરાનના ૬ એરપોર્ટ તબાહ

૧૫ ફાઇટર જેટ અને હેલીકોપ્‍ટરે તાંડવ મચાવ્‍યું

 

તહેરાન, તા.૨૩: ઇઝરાયલી સૈન્‍યએ સોમવારે ઈરાનના છ એરપોર્ટ - મશહદ, તેહરાન, હમાદાન, દેઝફુલ, શાહિદ બખ્‍તિયારી અને તબરીઝ પર ડ્રોન હુમલા કર્યા. આ હુમલાઓમાં ૧૫ ઈરાની લડાકુ વિમાનો અને હેલિકોપ્‍ટરનો નાશ કરવાનો દાવો કરવામાં આવ્‍યો છે.

ઇઝરાયલી હુમલાઓમાં રનવે, ભૂગર્ભ બંકરો, રિફયુઅલિંગ એરક્રાફ્‌ટ અને ઈરાનના F-14, F-5 અને AH-1 ફાઇટર જેટને પણ ભારે નુકસાન થયું હતું. રવિવારે મોડી રાત્રે ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના શાહરુદમાં બેલિસ્‍ટિક મિસાઇલ એન્‍જિન બનાવતી ફેક્‍ટરી પર બોમ્‍બમારો કર્યો હતો.

આ સ્‍થળ ઇઝરાયલથી લગભગ ૨૦૦૦ કિલોમીટર દૂર છે. આ હુમલામાં ઘણા એન્‍જિન ઉત્‍પાદન મશીનો અને આવશ્‍યક સાધનોનો નાશ થયો હતો. આ ઉપરાંત ઇઝરાયલે તેહરાન, કરમાનશાહ અને હમાદાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા.

બીજી તરફ, ઈરાને અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને પડકાર ફેંકયો છે. ઈરાનના લશ્‍કરી સેન્‍ટ્રલ કમાન્‍ડના પ્રવક્‍તા ઇબ્રાહિમ ઝોલ્‍ફાઘરીએ ટ્રમ્‍પને સીધા સંબોધતા કહ્યું: ૅજુગારી ટ્રમ્‍પ, તમે યુદ્ધ શરૂ કર્યું હશે, પરંતુ અમે તેનો અંત લાવીશું.(૨૩.૨૬)

(4:01 PM IST)