News of Monday, 23rd June 2025
યુવાનો જાગો, કયાં સુધી ભાજપની ગુલામી કરશોઃ ગોપાલ ઇટાલિયા
કેટલાક અધિકારીઓએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ગુલામી કરવામાં કાંઇ બાકી રાખ્યુ નથીઃ નાના કર્મચારીઓએ ન્યાયનું કામ કર્યું : આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આર્શિવાદ આપ્યા છેઃ હું વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ‘સાથી' બનીને કામ કરતો રહીશઃ ઇકોઝોન મુદે કાલથી જ લડત ઉપાડીશુ

રાજકોટ તા.૨૩: આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવતા સર્વત્ર ખુશી છવાઇ ગઇ છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું વિસાવદરની બેઠક ઉપર ‘‘સાથી'' બનીને લોકોના કામ કરતો રહીશ.
ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ૧૭,૫૮૧ મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ૩૮,૯૦૪ મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ ‘જય ગોપાલ' ના નારા લગાવ્યા હતા.
વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.'
ગોપાલ ઇટાલિયાએ યુવાનોને હાકલ કરતાં કહ્યું હતું કે ઁયુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો... કયાં સુધી ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું. હે! યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર ભગવાને જે તાકાત મૂકી છે તેને ઓળખો. આવો સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ગુજરાતને ભાજપના આ ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂકયા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા છે.ઁ
ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી અધિકારીઓનો આભાર માનવાની સાથે સાથે કેટલાક અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે ઁચૂંટણીની પ્રક્રિયામાં જોડાયેલા
તમામ અધિકારીઓનો બે હાથ જોડીને આભાર માનું છું. આ ચૂંટણીમાં કેટલાક અમુક મોટા અધિકારીઓએ કિરિટ પટેલની ગુલામી કરવામાં પાછું વળીને જોયું નથી. બેહદ ગુમાલી કરી છે, તે સમયે હું નાના અધિકારીઓનો આભાર માનીશ. પ્રિસાઇડીંગ બુથની અંદર બેઠેલાથી માંડીને પટાવાળા સુધીના સમગ્ર નાના કર્મચારીઓએ ન્યાયનું કામ કર્યું, નિતીનું કામ કર્યું, ભારતના સંવિધાનનું રક્ષણ કરવાનું કામ કર્યું તે બદલ સરકારી કર્મચારીઓ બે હાથ જોડીને આભાર વ્યક્ત કરુ છું. આ ચૂંટણી છે તે એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણી અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પરંતુ આજે ગુજરાત સમક્ષ નવું ઉદાહરણ આવ્યું છે. સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત સૌથી મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત સૌથી મોટી તાકાત નથી, સરકારી તંત્રને તાકાત સૌથી મોટી તાકાત નથી. પરંતુ આમ જનતાએ મનમાં ગાંઠ વાળીને મુઠ્ઠી ભેગી કરીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે.
આ અંગે વધુ વાત કરતા ઈટાલિયાએ કહ્યું કે, ‘મેં કારખાને કારખાને જઇને આશીર્વાદ લીધા હતા. હીરાઘસુ લોઢાની સાથે હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્નકલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યા, આશ્વાસન આપ્યું, મત આપ્યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્ર ભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્વીકારું છું.ઁ
આ પેટા ચૂંટણીમાં આપને કુલ ૭૫૯૦૬ મત મળ્યા હતા, જ્યારે ભાજપને ૫૮૩૨૫ અને કોંગ્રેસને ૫૪૯૧ મત મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકયો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ૩૮,૯૦૪ મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને ૯૮,૮૩૬ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને ૫૯,૯૩૨ અને આપને ૩,૦૭૭ વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જ‘ મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.(૨.૨૧)
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
