<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

મધરાત્રે 15 ઇઝરાયલી જેટ વિમાનોએ ઇરાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો

ભૂગર્ભ લશ્કરી ઠેકાણાઓ, એક મિસાઇલ સ્ટોરેજ સેન્ટર અને એક ડ્રોન સ્ટોરેજ સેન્ટરને નિશાન બનાવ્યા

ઈરાને પોતાના પરમાણુ મથકો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કતારમાં અમેરિકાના અલ-ઉદેદ એર મિલિટરી બેઝ પર મિસાઈલ છોડી છે. દરમિયાન ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે પશ્ચિમી ઈરાનમાં અનેક સ્થળોએ લગભગ 15 ફાઇટર જેટ વિમાનોએ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ભૂગર્ભ લશ્કરી ઠેકાણાઓ, એક મિસાઇલ સ્ટોરેજ સેન્ટર અને એક ડ્રોન સ્ટોરેજ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે આ હુમલાઓ એક મોટા ઓપરેશનનો ભાગ હતા. અગાઉ, મધ્ય ઈરાનમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા અને ઘણા મિસાઇલ લોન્ચરનો નાશ કરવામાં આવ્યો હતો.

(1:15 AM IST)