News of Tuesday, 24th June 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ: ૬થી ૧૨ કલાકમાં ઇઝરાયેલ અને ઈરાન બંને યુદ્ધ વિરામ લાગુ કરી દેશે: ટ્રમ્પની જાહેરાત પછી પણ ઈરાને ઇઝરાયેલ ઉપર બેલેસ્ટિક મિસાઈલ વરસાવ્યા

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની એકતરફી જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે, પરંતુ ઈરાને કહ્યું છે કે અમે આવી કોઈ જાહેરાત કરી નથી.
જો કે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે 'ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી ૬ કલાકમાં જ સીઝફાયર લાગુ થઈ જશે. તેમણે કહેલ કે સીઝ ફાયર માટે બંને દેશો મારી પાસે આવ્યા હતા.
બહાર આવતી વિગતો મુજબ ઈરાન પહેલા યુદ્ધ વિરામનું પાલન કરે, પછી ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે.
ઈરાન દ્વારા યુદ્ધ વિરામના પાલન બાદ ૧૨ કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી ૨૪ કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે તેમ ટ્રમ્પ કહે છે.
જો કે ટ્રમ્પની જાહેરાતના થોડા કલાક બાદ જ ઈઝરાયલનો દાવો છે કે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલથી હુમલો કર્યો છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
