<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

આઇટી રીટર્ન ભરવા માટેનું ૨૬ AIS ડાઉનલોડ કરવામાં વ્‍યાપક પરેશાની

૨૬ એઆઇએસમાં રજૂ કરેલી વિગતોના આધારે ભરવામાં આવતું આઇટી રીટર્ન

 

 

મુંબઇ તા.૨૪:  ઇન્‍કમટેક્‍સ રીટર્ન ભરવા માટે વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ૨૬ એઆઈએસ ફોર્મ આપવામાં આવતુ હોય છે. તેના પ્રમાણે કરદાતા દ્વારા રીટર્ન ભરવામાં આવે તો નોટીસ મળવાની શકયતા ઓછી રહેતી હોય છે. તે ફોર્મ ઇન્‍કમટેક્‍સના પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનુ હોય છે. પરંતુ તે ડાઉનલોડ કરવામાં જ છેલ્લા ૧૦ દિવસથી વ્‍યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આજે મોડી સાંજથી ફોર્મ ડાઉનલોડ કરવાની સમસ્‍યામાં થોડાક અંશે રાહત મળી હોવાની વિગતો જાણવા મળી છે.

કરદાતા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે પણ ખર્ચ કર્યો હોય તેની વિગતો ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા ૨૬ એઆઈ એસ ફોર્મ મારફતે પોર્ટલ પર આપવામાં આવે છે. તે ફોર્મ રીટર્ન ભરતા પહેલા કરદાતા દ્વારા ડાઉનલોડ કરીને તેમાં રજૂ કરેલી વિગતોના આધારે ભરવામાં આવે છે. આ રીતે રીટર્ન ભરવામાં આવે તો કરદાતા દ્વારા કેટલીક વખત કોઈ ખર્ચ ભુલી ગયુ હોય તો તેને યાદ કરીને તેમાં દર્શાવવામાં આવતુ હોય છે. જેથી રીટર્નની ચકાસણી કરવામાં આવે ત્‍યારે કરદાતાએ કરેલા ખર્ચની તમામ વિગતો રજુ કરવામાં આવી હોય છે .જો કરદાતા દ્વારા ૨૬ એઆઇએસ પ્રમાણે રીટર્ન ભરપાઈ કર્યુ નહીં હોય તેવા કિસ્‍સામાં તેને નોટીસ આપવામાં આવતી હોય છે. આ કારણોસર છેલ્લા કેટલાય વખતથી તેમાં રજુ કરેલી વિગતો પ્રમાણે જ રીટર્ન ભરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ૨૬ એઆઇએસ ફોર્મ ડાઉનલોડ કરવામાં વ્‍યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આઇટી પોર્ટલ પરથી તે ડાઉનલોડ જ થતું નહીં હોવાના લીધે કરદાતા હજુ પણ રીટર્ન ભરી શકતા નથી. આ અંગે વ્‍યાપક ફરીયાદ કરવામાં આવ્‍યા બાદ સોમવારે સાંજે ૨૬ એઆઇએસ ફોર્મ ડાઉનલોડ કરવામાં જે પરેશાની થઇ રહી હતી. તેમાં ઘટાડો થવાની સાથે સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે તેવી વિગતો જાણવા મળી છે.(૩૮.૧૨)

(9:45 AM IST)