<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સીઝફાયર લાગુ પણ એ પહેલા ઇરાને મિસાઇલો છોડીઃ ૬ ઇઝરાયલીના મોત

ઇઝરાયલ-ઇરાન એક સાથે મારી પાસે આવ્‍યા અને શાંતિની ઇચ્‍છા વ્‍યકત કરીઃ ટ્રમ્‍પ

 

તહેરાન તા.૨૪: ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચે આખરે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ ગઈ છે અને તેનો અમલ થઈ ગયો છે. બંને દેશો યુદ્ધનો અંત લાવવા સંમત થયા છે. અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, મધ્‍ય પૂર્વમાં શાંતિ પુનઃસ્‍થાપિત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. બંને દેશો વચ્‍ચે છેલ્લા ૧૨ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું, સતત હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે પરિસ્‍થિતિ વધુ તંગ બની રહી હતી. આ સમયગાળા દરમિયાન બંને પક્ષોને જાન અને માલનું નુકસાન થયું. જોકે, હવે બંને પક્ષો વચ્‍ચે પરસ્‍પર સંમતિથી યુદ્ધવિરામ થયો છે.અમેરિકી રાષ્‍ટ્રપતિએ કહ્યું છે કે આગામી ૨૪ કલાકમાં યુદ્ધ ઔપચારિક રીતે સમાપ્ત થઈ જશે. અમેરિકન વહીવટીતંત્રે બંને પક્ષોને શાંતિ બનાવવા માટે પ્રોત્‍સાહિત કર્યા.ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ૬ નાગરિકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અગાઉ, ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે ઇરાનના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના કેટલાક વિસ્‍તારોમાં સાયરન વગાડવામાં આવ્‍યા હતા.એક નવી સોશિયલ મીડિયા પોસ્‍ટમાં, રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે દાવો કર્યો ઇઝરાયલ અને ઈરાન લગભગ એકસાથે મારી પાસે આવ્‍યા અને કહ્યું, શાંતિ! મને ખબર હતી કે સમય આવી ગયો છે. દુનિયા અને મધ્‍ય પૂર્વ ખરેખર વિજેતા છે! બંને રાષ્‍ટ્રો તેમના ભવિષ્‍યમાં અપાર પ્રેમ, શાંતિ અને સમળદ્ધિ જોશે. જો તેઓ ન્‍યાય અને સત્‍યના માર્ગથી ભટકી જાય તો તેમને ઘણું મેળવવાનું છે અને છતાં, જો તેઓ ન્‍યાય અને સત્‍યના માર્ગથી ભટકી જાય તો તેમને ઘણું ગુમાવવાનું છે. ઇઝરાયલ અને ઈરાનનું ભવિષ્‍ય અમર્યાદિત છે અને મહાન વચનોથી ભરેલું છે. ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે! (૩૮.૧૯)

(10:54 AM IST)