<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

અમદાવાદના ચાંદલોડિયા પાસે અમદાવાદ વેરાવળ વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

રાજકોટ,તા.૨૪: અમદાવાદ-વેરાવળ વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. ચાંદલોડિયા રેલવે સ્‍ટેશન નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો.. ચાંદલોડિયા-ખોડિયાર વચ્‍ચે રેલવે ટ્રેક પર ૨૦ ફૂટની લોખંડની એંગલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જો કે એંગલ ટ્રેનના એન્‍જિનમાં ફસાઇ જતા પાયલોટે તાત્‍કાલિક ટ્રેનને રોકી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.(૪૦.૨૬)

(10:56 AM IST)