<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સરકારી-કચેરીઓમાં હવે ધક્કા નહી ખાવા પડેઃ ગોપાલ ઇટાલીયા

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઐતિહાસીક વિજય બાદ ગોપાલ ઇટાલીયાનો ભવ્‍ય રોડ-શોઃ જાહેરમાં મતદારોનો આભાર માન્‍યોઃ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્‍પમાળા અર્પણ : કિરીટ પટેલની દલાલી કરવાવાળા અધિકારીઓ વિસાવદરની જનતાની માફી માંગેઃ કેશુબાપાએ જે રસ્‍તો બનાવ્‍યો તે રસ્‍તા ઉપર ચાલવા માટે મતદારોએ મને યોગ્‍ય ગણ્‍યોઃ ગોપાલ ઇટાલીયા

રાજકોટ તા.  ર૪ :.. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય નેતા ગોપાલ ઇટાલીયાનો ઐતિહાસિક વિજય થયો હતો. આ જીત બાદ વિસાવદરમાં એક મેગા રોડ શો આયોજિત કરવામાં આવ્‍યો હતો અને આમ આદમી પાર્ટીના વિજયી ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ સરદાર પટેલના સ્‍ટેચ્‍યુને ફુલહાર કરીને વિસાવદરની જનતાનો આભાર માન્‍યો હતો.  આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે,  એક તરફ પૈસા, પોલીસ, ગુંડા, દારૂ, આખું તંત્ર, ધારાસભ્‍યો, સાંસદ સભ્‍યો, મંત્રીઓ, મુખ્‍યમંત્રી હતા અને એક તરફ આપણે સૌ નાના માણસો હતા. હું વિસાવદરની જનતાને કહેવા માંગીશ કે તમે બધાએ એક થઈને આજે ગુજરાતની જનતાને રસ્‍તો બતાવવાનું કામ કર્યું છે. આજે તમે બધાએ સાબિત કર્યું છે કે પૈસા, દારૂ, સત્તા કે ગુંડાની તાકાત મોટી તાકાત નથી પરંતુ લોકોના સંકલ્‍પની અને એકતાની તાકાત સૌથી મોટી તાકાત છે.

ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્‍યું છે કે, આપણે અત્‍યાર સુધી જોયું છે કે જ્‍યારે એક નેતા ચૂંટણી જીતે ત્‍યારે એ નેતા અને તેની પાર્ટીના ૨૫-૫૦ કાર્યકર્તાઓ ઉજવણી કરતા હોય છે પરંતુ આજે વિસાવદરની ચૂંટણીના પરિણામ બાદ ફક્‍ત આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકો ઉજવણી કરી રહ્યા છે અને આ ગુજરાતની ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે કે જનતા ચૂંટણીના પરિણામનો જ‘ બનાવતી હોય. જો ગોપાલ ઇટાલીયા ચૂંટણી જીત્‍યો હોત તો ગોપાલ ઇટાલીયા ફટાકડા ફોડત પરંતુ જનતા ચૂંટણી જીતી છે માટે જનતા ફટાકડા ફોડી રહી છે. આજે ભાજપ પાર્ટીએ ગુંડાઓ અને તંત્રના ડરથી લોકોને દબાવી દીધા છે અને લોકોને ગુલામ બનાવવાની કોશિશ થઈ રહી છે પરંતુ આ ગુલામીની સાંકળોને તોડવા માટેનો ઘા વિસાવદરની જનતાએ કર્યો છે. વિસાવદરની જનતા ફક્‍ત ધારાસભ્‍ય નથી બનાવતી આ તો મુખ્‍યમંત્રી બનાવનારી જનતા છે.

ભાજપની સરકારને ખેડૂતોની ચિંતા દેખાતી નથી, મંદીના સમયમાં રત્‍ન કલાકારો કઈ રીતે જિંદગી જીવે છે તે દેખાતું નથી, યુવાનોને બેરોજગારી દેખાતી નથી, ૪૦૦થી વધારે ભાજપના સ્‍ટાર ઙ્કચારકો આવ્‍યા અને રેલ મંત્રી પણ આવ્‍યા પરંતુ એ લોકોને વિસાવદરના ખરાબ રોડ રસ્‍તા દેખાતા નથી, કળષિમંત્રીને એ ન દેખાયું કે ખેડૂતોને ખાતર નથી મળતું અને ટેકાના ભાવ પણ નથી, ગળહમંત્રીનેએ ન દેખાયું કે વિસાવદરમાં દારૂ વેચાઈ રહ્યો છે, શિક્ષણ મંત્રીને ન દેખાયું કે વિસાવદરની શાળાઓમાં શિક્ષક પણ નથી અને શાળાના પણ સરખા ઠેકાણા નથી,  તમામ ખાતાઓના મંત્રીઓ આવ્‍યા પરંતુ આ ભાજપના મંત્રીઓને જનતાની કોઈ પીડા દેખાય નહીં. તો આજે હું તમને તમામ લોકોને સલામ કરું છું કારણ કે તમે વિસાવદરના આ તમામ મુદ્દા ઉપર મત આપ્‍યો છે. ભાજપે આ ચૂંટણીને આડાપાટે ચઢાવવાની ખૂબ જ કોશિશો કરી પરંતુ વિસાવદરની જનતા ભાજપની કોઈ વાતમાં આવી નહીં. હું વિસાવદર અને ભેસાણની જનતાનો ઋણી છું તમારો સૌનો આભારી છું અને હું જીવીશ ત્‍યાં સુધી વિસાવદર ભેસાણની જનતાનો આ ઋણ નહીં ભૂલું.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્‍યું કે, દસ વર્ષ સુધી અમે ઘણું બધું સહન કર્યું,  અમારા પર ખોટા કેસ કરવામાં આવ્‍યા, ગુંડાઓ દ્વારા અમારા પર હુમલા કરાવવામાં આવ્‍યા, અમારા વિશે અફવાઓ ફેલાવવામાં આવી તેમ છતાં પણ અમે આ વાત દિલમાં દબાવીને જનતાના આંસુ લુંછવા માટે સતત કામ કરતા રહ્યા. અમે કયારેય પણ અમારી પીડાને મોટી નથી માની. અમે સમાજની અને જનતાની પીડા પર કામ કર્યું ત્‍યારે હજારો માતા બહેન દીકરીઓ અને માવતરના આશીર્વાદ અમને મળ્‍યા તે બદલ હું આપ સૌનો આભારી છું. આ વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતમાં ગાજી છે. અને આનો તમામ શ્રેય વિસાવદરની જનતાને જાય છે.

મેં ચૂંટણી દરમિયાન જે બાબત પણ સંકલ્‍પ કર્યો હતો જેમ કે  ઇકોઝોનની લડાઈ,  નવી જમીન માપણીની લડાઈ હોય કે પછી ટેકાના ભાવમાં થયેલા ભ્રષ્ટાચાર અને મંડળીમાં થયેલા ભ્રષ્ટાચાર કે પછી સૌની યોજનાના પાણીની લડાઈ હોય આ તમામ મુદ્દે હું લડત લડીશ અને નાના માણસને જે વારંવાર સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા હવે એ ધક્કા કોઈએ ખાવા પડશે નહીં. વિસાવદર ની જનતાએ આ વખતે એક વકીલને મત આપ્‍યો છે તો હવે એક વકીલ જાણે અને મામલતદાર જાણે જનતાએ કોઈપણ પ્રકારની પરેશાની હવે લેવાની જરૂરત નથી.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્‍યું કે, હવે સરકારમાં બેસેલા લોકોનો ઘમંડ તૂટશે. સાથે સાથે એક બીજી મહત્‍વપૂર્ણ વાત કે આ ચૂંટણી ગામડે ગામડે વસેલા સામાન્‍ય લોકો લડી રહ્યા હતા અને આ જનતા સામે દગો કરવા કોંગ્રેસ પાર્ટી એ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્‍યો અને આજે એ લોકોને તેમની પાપનું  ફળ મળ્‍યું તેમને તેમની સજા મળી. જનતા સાથે જે દગો કરશે તેને ઉપરવાળો માફ નહીં કરે એ આજે સાબિત થયું. બીજી એક ગંભીર બાબત કે આ ચૂંટણીમાં ઘણા સરકારી લોકોએ કિરીટ પટેલની ધરાઈને દલાલી કરી છે એ તમામ લોકોને હું કહેવા માંગીશ કે આ ચૂંટણી જનતા લડી રહી હતી અને તમે જનતા સાથે દગો કર્યો છે  તો હવે આવા દલાલી કરવાવાળા અધિકારીઓ વહેલી તકે વિસાવદરની જનતાની માફી માંગી લે નહિતર એડવોકેટ ગોપાલ ઇટાલીયા તેમની પાછળ પડશે. આ ચૂંટણી જો ગોપાલ ઇટાલીયા લડતો હોત તો એ લોકો મને ન જીતવા દે પરંતુ આ ચૂંટણી જનતા લડી રહી હતી માટે આપણે જીત્‍યા. કેશુબાપા સહિત અનેક આગેવાનો આ પંથકમાં થયા અને તે લોકોએ જે રસ્‍તો બનાવે છે તે રસ્‍તા પર ચાલવા માટે આપ તમામ લોકોએ મને યોગ્‍ય વ્‍યક્‍તિ ગણ્‍યો તે બદલ આપ સૌનો આભારી અને હું હંમેશા એ લોકોના બતાવેલા રસ્‍તા પર ચાલીશ. મારા પર જે વિશ્વાસ બતાવ્‍યો છે તે હું વિશ્વાસ પર ખરો ઉતરીશ તેની હું આજે ખાતરી આપી છું.

(11:18 AM IST)