તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 24th June 2025
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું એક્સિઓમ-૪ મિશન કાલે થશે લોન્ચ :નાસાએ નવી તારીખ જાહેર કરી
નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સે 25 જૂનના રોજ 2:31 EDT (ભારતીય સમય મુજબ 12:01 am) વાગ્યે એક્સિઓમ મિશન-4 લોન્ચ થશે

નવી દિલ્હી :નાસાએ મંગળવારે જાહેરાત કરી હતી કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર એક્સિઓમ-૪ મિશન હવે 25 જૂને લોન્ચ કરવામાં આવશે. આ મિશન ભારત, હંગેરી અને પોલેન્ડ માટે અવકાશમાં પાછા ફરવાનું ચિહ્નિત કરે છે.
એક્સિઓમ-૪ મિશન અગાઉ 25 જૂને ફ્લોરિડાના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ પર ભારતીય સમય મુજબ બપોરે 12:01 વાગ્યે લોન્ચ થવાનું હતું. જોકે, હવે નાસાએ મિશનની નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. નાસાના નિવેદન મુજબ, 'નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સે બુધવાર, 25 જૂનના રોજ 2:31 EDT (ભારતીય સમય મુજબ 12:01 am) વાગ્યે એક્સિઓમ મિશન-4 લોન્ચ થશે.'
એક્સિઓમ-4 મિશનનું નેતૃત્વ કમાન્ડર પેગી વ્હિટસન કરી રહ્યા છે, જેમાં શુભાંશુ શુક્લા મિશન પાઇલટ તરીકે છે. હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લેવોસ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો તરીકે ટીમનો ભાગ છે.
એક્સિઓમ મિશન-4નું લોન્ચિંગ ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. મૂળ આ મિશન 29 મેના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ તે પહેલાં ટેકનિકલ સમસ્યાઓના કારણે મિશન 8 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. પછી તેને 9, 10 અને 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. આ વિલંબનું કારણ ફાલ્કન-9 રોકેટના બૂસ્ટરમાં પ્રવાહી ઓક્સિજન લીકેજ અને ISSના જૂના રશિયન મોડ્યુલમાં લીકેજ હોવાનું કહેવાય છે.
ત્યારબાદ મિશનનું લોન્ચિંગ 19 જૂન અને પછી 22 જૂનના રોજ થવાનું હતું, પરંતુ રશિયન મોડ્યુલના સમારકામ પછી ISSના સંચાલનનું મૂલ્યાંકન કરવા માટે તેને ફરીથી મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે નાસાએ મિશનની નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કોમ્પ્લેક્સ 39A થી લોન્ચ કરવામાં આવશે. ક્રૂ સ્પેસએક્સના નવા ડ્રેગન અવકાશયાનમાં ફાલ્કન-9 રોકેટ દ્વારા સ્પેસ સ્ટેશનની મુસાફરી કરશે. નાસા અનુસાર ડોકીંગનો નિર્ધારિત સમય ગુરુવાર 26 જૂનના રોજ સવારે 7 વાગ્યે EDT (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
