News of Tuesday, 24th June 2025
પરમાત્માનું છે, તેમના કાર્યમાં અર્પણઃ પૂ. પારસમુનિ
જીતુભાઈ બેનાણી રિનાબેન બેનાણીનાં હસ્તે જૈન ભોજનાલયનું લોકાર્પણઃ પૂજ્ય હેમપ્રભસૂરીશ્વરજી, માદેકા પરિવાર, કામદાર પરિવારનો વિશેષ આભાર માન્યો મયુર શાહેઃ જૈન ભોજનાલયનો વાર્ષિક ખર્ચ ૧.૫૦ કરોડઃ મેહુલીયાની જેમ દાતાઓ પણ મન મૂકીને વરસ્યાઃ વિશેષ દાનની અપીલ

રાજકોટ, તા. ર૪: ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂ. ગુરુદેવ ગિરીશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મ. સા. નાં સુમંગલ સાનિધ્યમાં તારીખ ૨૨ ને રવિવાર નાં રોજ જૈન ભોજનાલય રાજકોટ નાં દ્વારોદઘાટન નો કાર્યક્રમ સદર સ્થાનકવાસી જૈન સંઘનાં જય - માણેક હોલમાં રાખવામાં આવેલ.
આ અવસરે પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. પૂ. સુશાંતમુનિ મ.સા. પૂ. પારસમુનિ મ.સા. પૂ. પંથક મુનિ મ.સા. તેમજ ગુરુ પ્રાણ પરિવાર તથા સંઘાણી સંપ્રદાયનાં સતી રત્નો પધારેલ. સવારે ૭.૩૦ કલાકે માતુ શારદાબેન રતિલાલ દોશી પરિવાર દ્વારા આયોજિત નવકારશીનો સર્વ એ લાભ લીધેલ.
ત્યાર બાદ નવ કલાકે પ્રિયવંદાબેન સુમતિચંદ્ર કામદાર દ્વારા જૈન ધર્મના સત્કાર્યો માટે પ્રાપ્ત થયેલ સ્થાન સદર સંઘ દ્વારા જ્યાં સુધી જીવો ટ્રસ્ટ રાજકોટ નું પોતાનું અન્ય નવું સ્થાન નિર્માણ ન પામે ત્યાં સુધી જૈન ભોજનાલય અને વૈયાવચ્ચ માટે જીવો ટ્રસ્ટ રાજકોટને તે સ્થાન વાપરવા માટે આપવામાં આવેલ. તે સ્થાનનો જીર્ણોધ્ધાર કરી ત્યાં જૈન ભોજનાલય કાર્યરત કરવા માટે તેનો દ્વારોદઘાટન સમારોહ રાખવામાં આવેલ.
જૈન અગ્રણી શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી, રીનાબેન બેનાણીના હસ્તે જૈન ભોજનાલય નું દ્વારોદઘાટન કરવામાં આવતાં જ ત્યારે મનોજ ડેલીવાળા, રાકેશ ડેલીવાળા, સુશિલ ગોડા એ જૈનં જયતિ શાસનમ્ નો જયનાદ કરાવતાં વાતાવરણ જયનાદ થી ગુંજાયમાન થયેલ.
આ પ્રસંગે જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બેનાણી, સુશ્રાવિકા રીનાબેન બેનાણી, તનસુખભાઈ દોશી (ટી.આર. દોશી) વૈયાવચ્ચ રત્ન સી.એમ. શેઠ, જૈન અગ્રણી ગિરીશભાઈ ખારા, જૈન અગ્રણી પિયુષભાઈ મહેતા, ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકા, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવે, પંચનાથ હોસ્પિટલ નાં પ્રમુખ નગર સેવક દેવાંગભાઈ માંકડ, નગરસેવક મનીષભાઈ રાડિયા, સુરેશભાઈ સંઘવી આર્કિટેક, ગોવિંદભાઈ કાનગડ, સાહિત્યકાર વિમલભાઈ ધામી (ગુજરાતી ફિલ્મ કસુંબો નાં સ્ક્રીપ રાઈટર) , એડવોકેટ નિપુણભાઈ દોશી, જૈન શ્રેષ્ઠી નીતિનભાઈ કામદાર (જુલિયાણા), નરેશભાઈ કામદાર, જયેશભાઈ કામદાર, હર્ષદભાઈ
અદાણી, કિશોરભાઈ બી. દોશી, જયેશભાઈ ઘડીયાળી, નીતિનભાઈ કામદાર (સી.એ.), રશ્મિભાઈ દોશી કલકત્તા આદિ તથા રાજકોટ, ગોંડલ, વેરાવળ, જૂનાગઢ, જામનગર, કાલાવડ, ધ્રોલ, મોરબી, જેતપુર, ખાંભા, કલકત્તા, મુંબઈ, વગેરે સંઘો નાં પ્રતિનિધિઓ તથા શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહેલ. તે સર્વ નું સન્માન કરવામાં આવેલ.
આર્કિટેક રિખવભાઈ સંઘવી સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ મનિષભાઈ દોશી , કોન્ટ્રાકટર શામજીભાઈ, મોહિતભાઈ, અતુલભાઈ વ્યાસ, મિષાી નરેન્દ્રભાઇ , હિતેષભાઇ નકુમ, સુરજભાઈ વર્મા, રાજુભાઇ શિયાણી, નિતીનભાઇ મહેતા, ધ્રુમિલ પારેખ, બિપીનભાઈ પારેખ, જસ્મીન દોશી, મિલન મહેતા, નિલેશ કોઠારી, નિલેશ પારેખ, જીજ્ઞેશ ચૌહાણ, પરાગ બગડીયા, પરાગ પારેખ , કેતન વખારિયા અને તેની સમગ્ર ટીમ આદિ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. અને સમ્માન કરેલ. ઉપરાંત ડો. જય વી. તુરખીયા , ડો. કરણ ડી. ભરવાડા, ડો. પલક પી. મહેતા , અનિકભાઈ શેઠ, પરેશભાઈ મહેતા, હિતેનભાઈ મહેતા નું સેવા બદલ સન્માન કરવામાં આવેલ.
પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. પૂ. સુશાંતમુનિ મ.સા., પૂ. પારસમુનિ મ.સા., પૂ. સુધાબાઈ મ.સ. પૂ. ભારતીબાઈ મ.સ. (સંઘાણી સંપ્રદાય) પ્રસંગોકત પ્રવચન ફરમાવેલ.
ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકા રોલેક્સ રીંગ્સ લિમિટેડ દ્વારા જ્યાં સુધી જૈન ભોજનાલય- રાજકોટ ચાલે ત્યાં સુધી દર મહિને એક લાખ રૂપિયા જૈન ભોજનાલય ને આપવાની ઉદઘોષણા થયેલ. નરેશભાઈ કામદાર, જયેશભાઈ કામદાર, ભાવેશભાઈ કામદાર , બહેન હંસાબેન હેમંતભાઈ ભાયાણી દ્વારા માતુ સરલાબેન હરકિશનદાસ કામદાર અને નાં સ્મરણાર્થે દોઢ વર્ષ સુધી દર મહિને એક લાખ આપવાની ઉદઘોષણા થયેલ.
પરમ પૂજ્ય પન્યાસ પ્રવર વજ્રસેન વિજયજી મહારાજા ની સ્મળતિમાં આચાર્યદેવ પરમ પૂજ્ય મનમોહનસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્યદેવ પરમ પૂજ્ય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાની શુભ આશીર્વાદ અને પ્રેરણાથી માતુ જયાબેન ચુનીલાલ દોઢિયા હસ્તે પારસભાઈ, દીપાબેન, પ્રિયન તથા પરિવાર. હાલાર પંથકનાં નવાગામ નાં રહેવાશી, હાલ- લંડન દર મહિનાની આંશિક સાધર્મિક ભક્તિનો લાભ લઈ રહ્યા છે. અને પૂજ્ય ની પ્રેરણાથી હાલારી વિશાઓસવાળ આદિજિન સેવા ટ્રસ્ટ પણ જૈન ભોજનાલય રાજકોટ ને પોતાનું ગણી સાથ સહયોગ આપી રહ્યુ છે. આ અવસરે નાના મોટા સર્વ દિલેર દાનવીરો પ્રત્યે ટ્રસ્ટી મયુરભાઈ શાહે સંસ્થાવતી આભારની લાગણી વ્યક્ત કરેલ.
જૈન ભોજનાલય રાજકોટ નાં ટ્રસ્ટી મયુરભાઈ શાહ, કિશોરભાઈ દોશી, અશોકભાઈ કોઠારી, ભાવેશભાઈ કામદાર, અજયભાઈ ભીમાણી, મેહુલ રવાણી, મિલન કોઠારી, જય ખારા આદિ ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તેમજ સદર સંઘ નાં પદાધિકારીગણ પ્રમુખ કિશોરભાઈ દોશી, મધુકાંતભાઈ શાહ, રાહુલભાઈ મહેતા, જગદીશભાઈ કોઠારી, પ્રકાશભાઈ મહેતા, નવનીતભાઈ શાહ, કિશોરભાઈ પંચમિઆ, મહેશભાઈ કોઠારી, ચાતુર્માસ પ્રમુખ રાજેશભાઈ સંઘવી, અમીષભાઈ મહેતા, કમલભાઈ બદાણી આદિ સંઘ સેવકો એ કાર્યરત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે ઉદ્્ઘાટન પ્રસંગે શુભેચ્છા પાઠવી છે. વિશેષ કાર્ય ને કારણે ઉપસ્થિત રહી શકયા નથી. હું ખુશ રહું એમાં મારી સફળતા નથી મારી વાણી, વર્તન અને વ્યવહારથી બીજા બધા ખુશ રહે તેમાં મારી સફળતા છે. કોઈ તમારી પાસે મદદ લેવા આવ્યું હોય તો એવું માનજો કે એ પહેલા ભગવાન પાસે ગયો હતો પણ ભગવાનને તમારું સરનામું આપ્યું છે. પરમાત્મા પર શ્રધ્ધા હોય તેના કાર્યો પરમાત્મા પૂર્ણ કરે જ છે.
પરમાત્મા એ અગણિત આપ્યું છે પણ માનવ બધું ગણી ગણીને કરે છે ત્યાં સુધી કે પરમાત્મા નું નામ પણ ગણી ને લે છે. અઢી વર્ષમાં ૪,૫૭,૫૬૫ સાધર્મિકો એ જૈન ભોજનાલયમાં લાભ આપેલ છે. ૧૫૦૦૦ કે તેનાથી ઓછી આવક ધરાવતાં આર્થિક જરૂરિયાતમંદ જૈન સાધાર્મિકો માટે રૂપિયા ૧૦માં એક ટાઈમ ટિફિન કે ભોજન આપવામાં આવે છે. બપોર અને સાંજ બંને ટાઈમ ની અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
જૈન ભોજનાલય સ્થાનાંતર અને જીર્ણોધ્ધારનાં કાર્ય માં કિશોરભાઈ દોશી, મયુરભાઈ શાહ , અજયભાઈ ભીમાણી, ભાવેશભાઈ કામદાર ની તન મન ધન થી રાત દિવસ જોયા વગર વિશેષ સેવા બદલ ગુરુદેવો એ તેમને વિશેષ સાધુવાદ પાઠવેલ.
મેહુલ રવાણી અને હાસ્ય કલાકાર તેજસ પટેલ એ કાર્યક્રમનું સંચાલન કરેલ.
આપનાં પૂજ્ય ગુરુદેવ કે પૂજ્ય ગુરૂણીમૈયાનાં જન્મદિન/દીક્ષાદિન કે પુણ્યતિથિ નિમિત્તે તથા આપ કે આપનાં પરિવારનાં સભ્યોનાં જન્મદિન નિમિત્તે કે લગ્નદિન તથા પરિવારજનો કે વડીલોની પુણ્યતિથિ નિમિત્તે જૈન ભોજનાલય ને અવશ્ય યાદ કરશો. દાન આપવા ઈચ્છુક હોય તેઓ ૧૦૦ રૂપિયાનું એક ટિફિનનાં ગુણાંકથી દાનરાશિ અર્પણ કરી શકે છે.
કાયમી સ્મળતિ સ્તંભ ૧,૫૧,૦૦૦ નાં દાતા નું નામ કાયમી અંકિત રાખવામાં આવશે અને તેને આપેલ તિથિ નાં દિવસે તેમનાં તરફથી ભોજનાલય માં ભોજન કરાવવામાં આવે છે.
આ સેવાયજ્ઞમાં ખર્ચને પહોંચવા આપ સર્વ દિલેર દાનવીરોને અમો દાન રાશિ આપી દાનની ગંગા વહાવવા અપીલ કરીએ છીએ. ભોજનનો સમય સવારે ૧૧ થી ૧.૩૦ અને સાંજે ૫.૦૦ થી સૂર્યાસ્ત પહેલા ૧૫ મિનિટ (ફેરફાર ને પાત્ર) સુધીનો રાખવામાં આવેલ છે.(૯.૩૦)
જૈન ભોજનાલય - રાજકોટ
C/o અમળતપ્રભા ગોવિંદભાઈ કામદાર આયંબિલ ભવન, એચડીએફસી બેંક ની બાજુમાં, હોટલ જયસન સામે, લીમડા ચોકની બાજુમાં, તાલુકા શાળા રોડ, રાજકોટ -૩૬૦ ૦૦૧. સંપર્ક : ૯૩૭૪૧ ૦૦૦૭૫, ૯૩૭૪૧ ૨૭૯૨૪, ૯૯૭૮૯ ૫૦૯૨૩, ૯૩૭૪૧ ૦૦૧૫૯,
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
