News of Tuesday, 24th June 2025
તેલ અવિવમાં લાગ્યાં ‘Thank You, Mr. President'નાં બેનર્સ
આ બેનર્સ લાગતાં પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ડોનલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં લખી હતી

તેલઅવિવ,તા.૨૪: અમેરિકાએ ઈરાનનાં પરમાણુ સ્થળો પર હવાઈ હુમલો કર્યા બાદ ઇઝરાયલના તેલ અવિવ શહેરના વ્યસ્ત સેન્ટ્રલ હાઇવે પર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો ફોટો ધરાવતાં અને આભાર માનતાં વિશાળ બેનર્સ લગાવવામાં આવ્યાં છે. એ બેનર્સમાં લખ્યું છે, Thank You, Mr. President. આ બેનર્સ લાગતાં પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ડોનલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં લખી હતી.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
