News of Tuesday, 24th June 2025
ભારતના અર્થતંત્રને બુસ્ટર ડોઝ : GDP ૬.૫ ટકા રહેશે
S&P ગ્લોબલ રેટિંગ્સે આપી ખુશખબરઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

નવી દિલ્હી, તા.૨૪: S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) અંદાજને ૬.૫% સુધી વધારી દીધો છે. આ અંદાજ સામાન્ય ચોમાસા, કાચા તેલના નીચા ભાવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જોકે, S&P એ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ખતરાની આશંકા પણ વ્યક્ત કરી છે. S&P એ કહ્યું કે જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લંબાય છે, તો તે તેલના ભાવમાં વધારો કરી શકે છે, જે એશિયા પેસિફિક મહાસાગર ક્ષેત્રના આર્થિક વિકાસને અસર કરી શકે છે.
S&P અનુસાર, હાલમાં વૈશ્વિક ઉર્જા બજાર પર લાંબા ગાળાની અસર થવાની શકયતા ઓછી છે. ભારત તેની તેલ જરૂરિયાતોના ૮૫ ટકાથી ૯૦ ટકા આયાત કરે છે. ભારત તેની કુદરતી ગેસનો અડધો ભાગ વિદેશથી આયાત કરે છે. ગયા મહિને, S&P એ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરને ૨૦ પોઇન્ટ ઘટાડીને ૬.૩ ટકા કર્યો હતો. એજન્સીએ આ માટે વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જવાબદાર ગણાવ્યા. શેરબજારની શરૂઆત જંગી તેજી સાથે થઈ.
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતનો GDP વળદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થતા) માં ૬.૫ ટકા પર સ્થિર રહેશે. શું તમારા આધાર પર કોઈ નકલી લોન ચાલી રહી છે?
બીજા સમાચાર અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડીને ૭.૪ ટકા થઈ ગયો. આ સાથે, સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક વિકાસ દર ઘટીને ૬.૫ ટકા થઈ ગયો.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
