<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

યુદ્ધવિરામ વચ્‍ચે ઇઝરાયલમાં ફરી સાયરન વાગ્‍યાઃ ઇરાને હુમલો કર્યો-IDFનો દાવો

તેલઅવિવ, તા.૨૪: ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચે યુદ્ધ ૧૨મા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન, અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે પરંતુ ઈરાને તેને સ્‍વીકારવાનો ઇનકાર કર્યો છે અને ઇઝરાયલ આ અંગે મૌન છે.

આજે ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચેના યુદ્ધનો ૧૨મો દિવસ છે. દરમિયાન, યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચે સંપૂર્ણ અને વ્‍યાપક યુદ્ધવિરામની ઘોષણા કરી છે, પરંતુ તેમની ઘોષણાના કલાકો પછી, તેહરાને તેનો ઇનકાર કરતા કહ્યું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્‍કરી કાર્યવાહીના અંત પર કોઈ કરાર થયો નથી. જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્‍બાસ અરાઘચીએ કહ્યું કે જો ઈઝરાયલ તેના આક્રમણ બંધ કરે તો તેમને યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી.ઈરાને ફરી હુમલો કર્યો, ઈઝરાયલનો દાવો.

ઇઝરાયલે દાવો કર્યો છે કે ઇરાને ફરી એકવાર હુમલો કર્યો છે. ઈરાન તરફથી મિસાઈલ ફાયર થવાને કારણે ઉત્તરી ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે, ઈઝરાયલ સંરક્ષણ દળોએ ટ્‍વિટ કર્યું. યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનનો ઈઝરાયલ કડક જવાબ આપશેઃ નેતન્‍યાહૂ. 

(3:30 PM IST)