<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ માટે કોઈ પણ જગ્‍યા સુરક્ષિત નથી

ભારતમાં બનેલા શષાોની મદદથી આપણા દળોએ ૨૨ મિનિટમાં દુશ્‍મનોને શરણાગતિ સ્‍વીકારવા મજબૂર કર્યાઃ પીએમ મોદી

નવી દિલ્‍હી, તા.૨૪: વડાપ્રધાને શ્રી નારાયણ ગુરુ અને મહાત્‍મા ગાંધી વચ્‍ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્‍દી ઉજવણીમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સંરક્ષણ જરૂરિયાતો માટે ભારતની વિદેશી દેશો પર નિર્ભરતા સતત ઘટી રહી છે. આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્‍મનિર્ભર બની રહ્યા છીએ. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આપણે તેની અસર જોઈ છે. ભારતમાં બનેલા શષાોની મદદથી, આપણા દળોએ ૨૨ મિનિટમાં દુશ્‍મનોને શરણાગતિ સ્‍વીકારવા મજબૂર કર્યા. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં, ભારતમાં બનેલા શષાો સમગ્ર વિશ્વમાં જાણીતા બનશે.

પ્રધાનમંત્રી મોદીએ ભારતના બે મહાન આધ્‍યાત્‍મિક અને નૈતિક નેતાઓ શ્રી નારાયણ ગુરુ અને મહાત્‍મા ગાંધી વચ્‍ચેના ઐતિહાસિક સંવાદના શતાબ્‍દી ઉજવણીના ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે ભારતે ૨૨ મિનિટમાં દુશ્‍મનોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા. તેમણે કહ્યું કે તાજેતરમાં દુનિયાએ પણ જોયું છે કે ભારતની ક્ષમતાઓ શું છે. ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશ્વ સમક્ષ સ્‍પષ્ટ થઈ ગઈ છે. અમે બતાવ્‍યું છે કે ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ માટે કોઈ પણ જગ્‍યા સુરક્ષિત નથી. આજનું ભારત રાષ્‍ટ્રીય હિતમાં જે યોગ્‍ય છે તે મુજબ પગલાં લે છે.

અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આજે આ કેમ્‍પસ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટનાનું સાક્ષી બની રહ્યું છે. આવી ઐતિહાસિક ઘટના, જેણે આપણા સ્‍વતંત્રતા આંદોલનને નવી દિશા જ આપી નહીં, પરંતુ સ્‍વતંત્રતાના ધ્‍યેયને પણ નવો અર્થ આપ્‍યો. ૧૦૦ વર્ષ પહેલાં શ્રી નારાયણ ગુરુ અને મહાત્‍મા ગાંધીની તે મુલાકાત આજે પણ એટલી જ પ્રેરણાદાયક અને સુસંગત છે જેટલી તે સમયે હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ૧૦૦ વર્ષ પહેલાંની તે મુલાકાત આજે પણ સામાજિક સંવાદિતા અને વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યો માટે ઊર્જાનાસ્ત્રોત તરીકે કામ કરે છે. આ ઐતિહાસિક પ્રસંગે, હું શ્રી નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મહાત્‍મા ગાંધીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુના આદર્શો સમગ્ર માનવતા માટે એક મહાન સંપત્તિ છે. દેશ અને સમાજની સેવા કરવાના સંકલ્‍પ સાથે કામ કરનારાઓ માટે શ્રી નારાયણ ગુરુ એક દીવાદાંડી જેવા છે. સમાજના શોષિત, પીડિત અને વંચિત વર્ગ સાથે મારો શું સંબંધ છે તે તમે બધા જાણો છો અને તેથી આજે પણ જ્‍યારે હું સમાજના શોષિત, પીડિત અને વંચિત વર્ગ માટે કોઈ નિર્ણય લઉં છું, ત્‍યારે મને ગુરુદેવ ચોક્કસ યાદ આવે છે.

પીએમ મોદીએ કહ્યું, ભારતની ખાસિયત એ છે કે જ્‍યારે પણ આપણો દેશ સમસ્‍યાઓના વમળમાં ફસાઈ જાય છે, ત્‍યારે દેશના કોઈ ખૂણામાં કોઈ મહાન વ્‍યક્‍તિત્‍વનો જન્‍મ થાય છે અને સમાજને નવી દિશા બતાવે છે. કેટલાક સમાજના આધ્‍યાત્‍મિક ઉત્‍થાન માટે કામ કરે છે, જ્‍યારે કેટલાક સામાજિક ક્ષેત્રમાં સામાજિક સુધારાઓને વેગ આપે છે. શ્રી નારાયણ ગુરુ આવા જ એક મહાન સંત હતા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, તાજેતરમાં આપણે વિશ્વ યોગ દિવસ ઉજવ્‍યો. આ વખતે યોગ દિવસની થીમ હતી - એક પળથ્‍વી, એક સ્‍વાસ્‍થ્‍ય. આ પહેલા પણ ભારતે વિશ્વ કલ્‍યાણ માટે એક વિશ્વ, એક આરોગ્‍ય જેવી પહેલ કરી છે. આજે ભારત ટકાઉ વિકાસ તરફ એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ જેવી વૈશ્વિક ચળવળોનું નેતળત્‍વ કરી રહ્યું છે. જ્‍યારે ભારતે ૨૦૨૩ માં G૨૦ સમિટનું નેતળત્‍વ કર્યું હતું, ત્‍યારે થીમ હતી - એક પળથ્‍વી, એક પરિવાર, એક ભવિષ્‍ય. વસુધૈવ કુટુમ્‍બકમની વિભાવના આપણા આ પ્રયાસો સાથે જોડાયેલી છે.

(3:31 PM IST)