<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રડારથી લઈને ડ્રોન... સેનાને ઘાતક શસ્ત્રો મળશે; ૧૯૮૧ કરોડના ૧૩ કરારોને મંજૂરી

ભારત સરકારે આતંકવાદ સામે સૈન્‍યની ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યુ

નવી દિલ્‍હી, તા.૨૪: ભારત સરકારે આતંકવાદ સામે સૈન્‍યની ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે અને ૧,૯૮૧.૯૦ કરોડ રૂપિયાના ૧૩ સંરક્ષણ કરારો પર હસ્‍તાક્ષર કર્યા છે. સરહદ પારના આતંકવાદનો સામનો કરવા માટે સેનાની તૈયારીઓને મજબૂત બનાવવા માટે ઇમર્જન્‍સી પ્રોકયોરમેન્‍ટ મિકેનિઝમ હેઠળ આ સોદા કરવામાં આવ્‍યા છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, ઝડપી ક્ષમતા વિકાસ સુનિ?તિ કરવા માટે ખરીદી પ્રક્રિયા ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી હતી. આ કરારો હેઠળ, ભારતીય સેનાને અત્‍યાધુનિક લશ્‍કરી સાધનો અને ટેકનોલોજી પૂરી પાડવામાં આવી રહી છે, જે સૈનિકોની સતર્કતા, ફાયરપાવર, ગતિશીલતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે કટોકટી ખરીદી પદ્ધતિ હેઠળ, આર્મી માટે ઇન્‍ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્‍શન એન્‍ડ ઇન્‍ટરડિક્‍શન સિસ્‍ટમ, લો લેવલ લાઇટવેઇટ રડાર, વેરી શોર્ટ રેન્‍જ એર ડિફેન્‍સ સિસ્‍ટમ, લોન્‍ચર્સ અને મિસાઇલ્‍સ, રિમોટલી પાઇલટેડ એરિયલ વ્‍હીકલ્‍સ, વર્ટિકલ ટેક-ઓફ અને લેન્‍ડિંગ સિસ્‍ટમ્‍સ જેવા શષાો અને સાધનો ખરીદવામાં આવશે જેમાં લોઇટરિંગ મ્‍યુનિશન, વિવિધ શ્રેણીઓના ડ્રોન, બુલેટ પ્રૂફ જેકેટ્‍સ, બેલિસ્‍ટિક હેલ્‍મેટ, ક્‍વિક રિએક્‍શન ફાઇટીંગ વ્‍હીકલ્‍સ, ભારે અને મધ્‍યમ તોપખાના અને રાઇફલ્‍સ માટે નાઇટ સાઇટ્‍સનો સમાવેશ થાય છે.

આ પગલું એવા સમયે લેવામાં આવ્‍યું છે જ્‍યારે કેન્‍દ્ર સરકારે પાકિસ્‍તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરવા માટે જમ્‍મુ અને કાશ્‍મીરમાં સેનાની ઓપરેશનલ તૈયારીઓને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપી છે. ઉલ્લેખનીય છે કે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ, ભારતે ૭ મેના રોજ પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં સ્‍થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્‍ટ્રાઈક કરી હતી.

મંત્રાલયે જણાવ્‍યું હતું કે આ તમામ સોદા ઝડપી ગતિવાળી પ્રક્રિયા હેઠળ પૂર્ણ કરવામાં આવ્‍યા છે જેથી તૈનાત સૈનિકોને શકય તેટલા ઓછા સમયમાં જરૂરી સાધનો ઉપલબ્‍ધ કરાવી શકાય. ૨,૦૦૦ કરોડના કુલ બજેટમાંથી ૧,૯૮૧.૯૦ કરોડ રૂપિયાની ખરીદી પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે, આ આતંકવાદ વિરોધી કામગીરીમાં સેનાની ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્‍વપૂર્ણ પગલું છે. આ કટોકટી ખરીદીઓ ભારતીય સેનાને ઝડપી અને અસરકારક ક્ષમતા વળદ્ધિ પ્રદાન કરશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે આ કરારોમાં સ્‍વદેશી સંરક્ષણ ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો છે. ઉદાહરણ તરીકે, ભારતીય સેનાએ ૪૫૦ નાગષા-૧R લોઇટરિંગ મ્‍યુનિશન ખરીદવા માટે સોલર ડિફેન્‍સ એન્‍ડ એરોસ્‍પેસ લિમિટેડ સાથે ઓર્ડર આપ્‍યો છે. આ સિસ્‍ટમ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવી લોન્‍ચર સિસ્‍ટમ સાથે ખર્ચ-અસરકારક છે અને તેમાં ૩૬૦-ડિગ્રી ગિમ્‍બલ કેમેરા, રાત્રિ કામગીરી માટે થર્મલ કેમેરા અને ઉચ્‍ચ-ચોકસાઇ લક્ષ્યીકરણ સિસ્‍ટમનો સમાવેશ થાય છે. આ સિસ્‍ટમમાં ૮૦% થી વધુ સ્‍વદેશી સામગ્રી છે અને ઉત્તર પ્રદેશમાં બાબીન નજીક લદ્દાખ અને ઝાંસીમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્‍યું છે. 

(3:35 PM IST)