News of Tuesday, 24th June 2025
ઉત્તરાખંડના દરેક જિલ્લામાં બે-બે આદર્શ ગામો વિકસિત કરવામાં આવશે
આદર્શ ગામો સૌર ઊર્જાથી થશે રોશનઃમુખ્યમંત્રીએ આદર્શ ગામોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પીવાના પાણી અને વીજળી જેવી જરૃરી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવાની જરૃરિયાત પર ભાર મૂક્યો

દહેરાદૂન,તા.૨૪
ઉત્તરાખંડના દરેક જિલ્લામાં બે-બે આદર્શ ગામો વિકસિત કરવામાં આવશે. આ એલાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક બેઠકમાં કર્યું હતું. આદર્શ ગામ હાઈટેક હશે, જ્યાં લોકોને તમામ પ્રકારની મૂળભુત સુવિધા પ્રાપ્ત થશે.
સોમવારે દહેરાદૂનમાં મુખ્યમંત્રી આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરાયું છે. જેમાં પ્રદેશના તમામ વિકાસને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બેઠકની અધ્યક્ષતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં વિકસિત ઉત્તરાખંડ માટે મજબૂત અને જલ્દી થાય એવા પ્રયાસો કરવામાં આવશે.
મુખ્યમંત્રી ધામીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં બે-બે આદર્શ ગામ ડેવલપ કરવામાં આવે. આ ગામમાં આદર્શ ગામ સારકોટની તર્જ પર વિકસિત કરવામાં આવશે. આ આદર્શ ગાંમનો મુખ્ય ઉદેશ્ય ગામની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાનો છે. જેના માટે કૃષિ, બાગબાની, પશુપાલન , ડેરી અને મશરુમ ઉત્પાદન જેવા ક્ષેત્રોને વિસેષ પ્રોત્સાહન આપવામાં આવશે.
મુખ્યમંત્રી ધામીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્યના દરેક જિલ્લામાં બે-બે આદર્શ ગામો વિકસિત કરાયા ???. આ ગામોને આદર્શ ગામ સારકોટની તર્જ પર વિકસિત કરવામાં આવશે, જ્યાં ચૌફેર વિકાસ સાથે આજેવીકા વૃદ્ધિ માટેની યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી શકે. આ આદર્શ ગામોનો મુખ્ય હેતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાનો છે. આ માટે કૃષિ, બાગાયતી, પશુપાલન, ડેરી અને મશરૃમ ઉત્પાદન જેવા ક્ષેત્રોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે જેથી સ્થાનિક સમુદાય આત્મનિર્ભર બની શકે.
મુખ્યમંત્રીએ આદર્શ ગામોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પીવાના પાણી અને વીજળી જેવી જરૃરી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવાની જરૃરિયાત પર ભાર મૂક્યો.
તેમણે આ ગામોને સૌર ઊર્જાથી રોશન કરવાની દિશામાં પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો, જે સ્થિર વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું હશે. સ્થાનિક ઉત્પાદનોના વધુ સારાં માર્કેટિંગ માટે વિશેષ યોજનાઓ બનાવવામાં આવશે અને સ્વયં સહાયતા જૂથો (SHGs)ને પ્રોત્સાહન આપી સ્થાનિક લોકોને રોજગારના નવા અવસરો પૂરાં પાડવામાં આવશે.
મુખ્યમંત્રીએ ચારધામ યાત્રા માર્ગોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અધિકારીઓને નિર્દેશ આપ્યો કે યાત્રા માર્ગો પર કાયદો અને વ્યવસ્થાનું સંપૂર્ણપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવે. કોઈપણ પ્રકારની અશાંતિ ફેલાવનારા અથવા અસંગત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
