News of Tuesday, 24th June 2025
કતારની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અસ્વીકાર્ય:રાજદ્વારી અને કાનૂની પગલાં લઈશું :અમેરિકન બેઝ પર હુમલા બાદ કતારની જાહેરાત
ઈરાને અમેરિકા સામે બદલો લીધો અને કતારમાં અલ-ઉદેદ એરબેઝને નિશાન બનાવ્યો હતો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના સંઘર્ષમાં અમેરિકા પણ પ્રવેશ્યું. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો જેમ કે ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો. આ પછી ઈરાને બદલો લીધો.
સોમવારે ઈરાને અમેરિકા સામે બદલો લીધો અને કતારમાં અલ-ઉદેદ એરબેઝને નિશાન બનાવ્યો. આ હુમલો ઈરાની સેના દ્વારા ઓપરેશન બશરત ફતહ હેઠળ કરવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ કતારના વડાપ્રધાને આ હુમલા વિશે કહ્યું કે તેઓ તહેરાન સામે રાજદ્વારી અને કાનૂની પગલાં લેશે.
NDTVના અહેવાલ મુજબ, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જાસિમ અલ-થાનીએ કહ્યું કે કતારની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે અને તમામ રાજદ્વારી અને કાનૂની પગલાં લેવામાં આવશે. અમને આશા છે કે આ મામલો શક્ય તેટલી વહેલી તકે ઉકેલાઈ જશે.
ભારતીય સમય મુજબ, મંગળવારે સવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઇઝરાયલ મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
