<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

વડાપ્રધાન મોદીએ કરી મોરેશિયસના પીએમ નવીન રામગુલામ સાથે વાતચીત : દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા

પ્રધાનમંત્રી મોદીએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન પ્રધાનમંત્રી રામગુલામની સંપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ આજે મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને અનોખા સંબંધો પર ભાર મૂકતા, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

તેમણે વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો-થી-લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન પ્રધાનમંત્રી રામગુલામની સંપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ વિઝન મહાસાગર અને ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અનુસાર મોરેશિયસની વિકાસ પ્રાથમિકતાઓ પ્રત્યે ભારતની અડગ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રામગુલાનને ભારતની વહેલી મુલાકાત માટે આમંત્રણ આપ્યું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

(12:34 AM IST)