News of Wednesday, 25th June 2025
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધવિરામ ભંગ: નેતન્યાહૂનો ટ્રમ્પને જડબાતોડ જવાબ, તેહરાન પર મિસાઈલ હુમલો! ગણાવી 'સીમિત જવાબી કાર્યવાહી'
ટ્રમ્પ બંને પક્ષોથી નારાજ, ખાસ કરીને ઈઝરાયેલથી, જેણે યુદ્ધવિરામ હોવા છતાં કાર્યવાહી કરી. "મેં સ્પષ્ટ કહ્યું હતું, બોમ્બ ન ફેંકો, તમારા પાઈલટોને પાછા બોલાવો."

નવી દિલ્હી 24 જૂન 2025: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ઘોષિત યુદ્ધવિરામના (Ceasefire) ગણતરીના કલાકો બાદ જ પરિસ્થિતિ ફરી વણસી ગઈ છે. મંગળવારે, ઈઝરાયેલે તેહરાન નજીક આવેલા એક ઈરાની રડાર ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો. એક્સિયોસ (Axios) અનુસાર, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ જણાવી દીધું કે હુમલાને ટાળવો શક્ય નથી અને ઈરાનની કાર્યવાહીના જવાબમાં કંઈક કરવું જરૂરી છે.
ઈઝરાયેલનો 'સીમિત જવાબી કાર્યવાહી'નો દાવો
ઈરાની રડાર સાઈટ પરના આ હુમલાને ઈઝરાયેલ દ્વારા 'સીમિત જવાબી કાર્યવાહી' (limited retaliatory action) ગણાવવામાં આવ્યો છે. ઈઝરાયેલનો દાવો છે કે આ હુમલો ઈરાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને બે બેલેસ્ટિક મિસાઈલ છોડવાના જવાબમાં કરવામાં આવ્યો છે. આ દરમિયાન, ઈરાની મીડિયા 'મિઝાન' અને 'શરઘ' એ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલે ઉત્તરી ઈરાનના બાબુલસર શહેર પર હુમલો કર્યો છે. જ્યારે ઈઝરાયેલી આર્મી રેડિયોએ પુષ્ટિ કરી છે કે તેહરાન નજીક એક રડાર સાઈટને નિશાન બનાવવામાં આવી હતી.
ટ્રમ્પની નારાજગી અને ચેતવણીઓ
બીજી તરફ, ટ્રમ્પે વ્હાઈટ હાઉસના લૉન પર મીડિયા સાથે વાતચીત કરતા આ સમગ્ર ઘટનાક્રમ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર ટિપ્પણી કરતા ગુસ્સામાં અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું, "આટલા લાંબા સમયથી લડી રહ્યા છે કે તેમને પોતાને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે."
ટ્રમ્પે જણાવ્યું કે તેઓ બંને પક્ષોથી નારાજ છે, ખાસ કરીને ઈઝરાયેલથી, જેણે યુદ્ધવિરામ હોવા છતાં કાર્યવાહી કરી. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું, "મેં સ્પષ્ટ કહ્યું હતું - બોમ્બ ન ફેંકો, તમારા પાઈલટોને પાછા બોલાવો." પરંતુ તેમ છતાં હુમલો થયો.
ઈરાને ચેતવણી આપી છે કે તેનો જવાબ ટૂંક સમયમાં અને 'બમણો વિનાશકારી' હશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ સ્પષ્ટ કરી દીધું છે કે "આ કોઈ ચેતવણી નથી, પરંતુ એક શરૂઆત છે."
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
