News of Wednesday, 25th June 2025
ઓ બાપ રે...૧૦ પરમાણુ બોંબ બની શકે એટલુ યુરેનિયમ ગુમ
ઇરાનનું ૪૦૦ કિલો જેટલુ સમુધ્ધ યુરેનિયમ કયાં છે તેની અમેરિકા કે ઇઝરાયલને ખબર નથી : ઇરાનના નવા ઉંબાડિયામાં ટ્રમ્પ-અમેરિકાની ચિંતા વધારીઃ અમેરિકામાં હુમલો કર્યો તે પહેલા ઇરાને જથ્થો હટાવી લીધો હતો

વોશીંગ્ટન તા.૨૫: ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો અને તેમને સંપૂર્ણપણે નાશ કરવાનો દાવો કર્યો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન હાલમાં પરમાણુ પરીક્ષણ કરવાની સ્થિતિમાં નથી. આ બધા વચ્ચે, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર યુએસના હવાઈ હુમલા બાદ લગભગ ૪૦૦ કિલોગ્રામ અત્યંત સમળદ્ધ યુરેનિયમ ગાયબ છે. આ યુરેનિયમ ૬૦ ટકા સુધી સમળદ્ધ કરવામાં આવ્યું હતું અને એવું માનવામાં આવે છે કે તે ૧૦ પરમાણુ શષાો બનાવવા માટે પૂરતું છે.
ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ-વિરામ મંત્રણા થઈ, પડી ભાંગી અને આખરે યુદ્ધવિરામ થઈ ગયું ત્યારે ઈરાનનું ૪૦૦ કિલો જેટલું સમળદ્ધ યુરેનિયમ કયાં છે તેની અમેરિકા કે ઈઝરાયલને કંઈ ખબર નથી. પરિણામે અમેરિકાની ચિંતા વધી ગઈ છે. કારણ કે આટલું યુરેનિયમ ૧૦ એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ રવિવારે વહેલી સવારે ઈરાનનાં ત્રણ પરમાણુ સંકુલો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન ઉપર છ બંકર-બસ્ટર-બોમ્બ નાંખ્યા હતા. પરંતુ આ ત્રણે પરમાણુ સંકુલોમાંથી ૬૦ ટકા સમળદ્ધ યુરેનિયમ ગુમ થઈ ગયું છે. હવે, તેને ૯૦ ટકા સુધી શુદ્ધ કરવામાં થોડો જ સમય લાગે તેમ છે. જો તે સ્તરે યુરેનિયમ વિશુદ્ધ થઈ જાય તો તે ૧૦ એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.
એવું લાગે છે કે ઈરાન અમેરિકા સાથેની મંત્રણા સમયે, આ યુરેનિયમ એક પ્રબળ લિવરેજ (હથિયાર) તરીકે વાપરવા માગે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકા ગમે ત્યારે હુમલો કરશે જ તેવું પાક્કું અનુમાન બાંધીને ઈરાને તેનાં યુરેનિયમનો જથ્થો કોઈ અજ્ઞાાત-સ્થળે ફેરવી દીધો છે. ઇઝરાયલ પણ આ ગણતરીને પુષ્ટી આપે છે.
અમેરિકા ઉપપ્રમુખ જે.ડી. વાન્સે સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સામે યુદ્ધે ચઢયું નથી. પરંતુ તે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છાનો સખત વિરોધ કરે છે. આ સાથે તેઓએ કહ્યું અમે ઈરાનના સત્તાધિશો સામે લડીએ છીએ, તેની જનતા સામે નહીં. અમે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છા સામે લડીએ છીએ. સાથે તેમ પણ સ્વીકાર્યું કે ઈરાનના પરમાણુ સંકુલો સંપૂર્ણતઃ નાશ પામ્યાં નથી.
પછી તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલીક સંવેદનશીલ-બાબતો તેઓ જાહેર કરી શકે નહીં. સાથે વિશ્વાસ પૂર્વક કહ્યું કે ઈરાન પર કરાયેલા પ્રચંડ હુમાલાઓએ, ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાછો ઠેલવી જ દીધો છે. આ તબક્કે તો અમેરિકા તેટલું જ ઈચ્છે છે, જે ઈચ્છા પૂરી પણ થઈ છે.
સેટેલાઈટ તસ્વીરોમાં તે સ્પષ્ટ દેખાયું છે કે ઈરાનનો મુખ્ય ન્યૂક્લિયર પ્લાંટ ફોર્ડો પર્વતની અંદર ઊંડે સુધી રચવામાં આવ્યો છે, તેની બહાર ૧૬ ટ્રક ઉભા હતા. આ પ્લાંટ પર્વતોમાં એટલે ઊંડે રચાયો છે કે, જ્યાં મિસાઈલ હુમલા થઈ ન શકે, તેથી અમેરિકાએ ઈરાનની ત્રણે ન્યૂક્લિયર ફેસિલિટી, ફોર્ડોસ, નાતત્ઝ અને ઈસ્ફરાનને ભારે નુકસાન થયું હોય તેમ સ્પષ્ટ દેખાયું હતુ. પેલા ટ્રક પણ ગૂમ થઈ ગયેલા જણાતા હતા.
વાન્સે કહ્યું કે આ યુરેનિયમનો ભંડાર ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોએ સંગ્રહિત હતો, પરંતુ યુએસ હુમલા પહેલા તેને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મિશનમાં ફોર્ડો પરમાણુ સુવિધાને ભારે નુકસાન થયું હતું, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને ચોક્કસ પરિસ્થિતિ ખબર નથી.
આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ફોર્ડો પરમાણુ સુવિધાનો નાશ કરવાનો હતો, અને અમને વિશ્વાસ છે કે અમે તે લક્ષ્યને મોટાભાગે પ્રાપ્ત કરી લીધું છે, વેન્સે કહ્યું. તેમણે એ પણ પુષ્ટિ આપી કે આગામી અઠવાડિયામાં ગુમ થયેલા યુરેનિયમ અંગે ઈરાન સાથે વાતચીત કરવામાં આવશે.
ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓએ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે હુમલા પહેલા ઇરાને યુરેનિયમ અને સંબંધિત સાધનો ગુપ્ત સ્થળે પહોંચાડ્યા હતા. સેટેલાઇટ છબીઓમાં ફોર્ડો સ્થળની બહાર ૧૬ ટ્રકોનો કાફલો દેખાયો. આ તસવીરોના આધારે ઇઝરાયલે અમેરિકા પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી.
ત્યારબાદ અમેરિકાએ ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનના સ્થળોને નિશાન બનાવીને બંકર બસ્ટર GBU-૩૭ બોમ્બ ધરાવતા B-2 સ્પિરિટ બોમ્બર્સ સાથે ઓપરેશન મિડનાઇટ હેમર હાથ ધર્યું. પરંતુ બોમ્બ વિસ્ફોટ પછી ટ્રકોનો કોઈ પત્તો લાગ્યો નહીં.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ જણાવ્યું હતું કે એજન્સીએ હુમલાના એક અઠવાડિયા પહેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિરીક્ષણ ફરી શરૂ કરવા અપીલ કરી. તેમણે કહ્યું, આ કાર્ય અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમાં વિલંબ થવો જોઈએ નહીં.
ઈરાન વારંવાર કહે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, જ્યારે ઈઝરાયલ કહે છે કે ઈરાન શષાો બનાવવાની નજીક છે. અમેરિકામાં આ અંગે મતભેદો રહ્યા છે. સીએનએનના અહેવાલ મુજબ, ઈરાન ત્રણ વર્ષ દૂર હતું, પરંતુ યુએસ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન પાસે થોડા અઠવાડિયામાં હથિયાર હોઈ શકે છે. ટ્રમ્પે તેમની આગાહી ખોટી ગણાવ્યા બાદ આ નિવેદન આવ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઓપરેશનને નિર્ણાયક અને સંપૂર્ણ સફળતા ગણાવી છે. તેમણે કહ્યું, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
આ હુમલાઓ બાદ, ઈરાને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) માંથી બહાર નીકળવાની ધમકી આપી હતી. કોઈ અમને કહી શકતું નથી કે અમારે શું કરવું જોઈએ, નાયબ વિદેશ પ્રધાન રાવંચીએ કહ્યું.(૩૮.૧૨)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
