<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમભાઈ અદાણીનાં જન્મદિવસ નિમિત્તે મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશન તથા જનસેવા સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ

માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને છેવાડાનાં દિનદુખીયા લોકો સુધી પહોંચી સેવા કરવી એ જ ઉત્તમ જનસેવા : અદાણી પોર્ટનાં એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહ : અદાણી ફાઉન્ડેશનનાં ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ, અદાણી ગ્રુપ મીડિયા વિભાગનાં જયદીપભાઈ શાહ સહિતના ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમભાઈ અદાણીનાં જન્મદિન પ્રસંગે અદાણી ફાઉન્ડેશન તથા જનસેવા સંસ્થા (મુન્દ્રા) દ્વારા સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુન્દ્રા શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલી ગરીબ વસાહતનાં  બાળકોને ગુજરાતી ભોજન સાથે મીઠાઈઓ પીરસવામાં આવી હતી તેમજ આ વર્ષે ચોમાસુ વહેલું બેસી જતા ખુલ્લા ઝૂપડા માં રહેતા જરૂરત મંદ લોકોને આજના દિવસથી તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરનાં જરૂરતમંદ પરિવારોને જીવન વપરાશની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી.આ પ્રસંગે મુન્દ્રાની જનસેવા સંસ્થાનાં રાજ સંઘવીએ અદાણી ગ્રુપનાં પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું.

આજે અદાણી પોર્ટનાં એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહએ જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને છેવાડાનાં દિનદુખીયા લોકો સુધી પહોંચી સેવા કરવી એ જ ઉત્તમ જનસેવા છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ દ્વારા જનસેવાનાં માધ્યમથી ઠંડીમાં ગરમ ધાબળા, ચોમાસામાં તાલપત્રી તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સહયોગ મળતો રહ્યો છે. 

આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનનાં ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ, અદાણી ગ્રુપ મીડિયા વિભાગનાં જયદીપભાઈ શાહ, રમેશભાઈ આયડી, અદાણી ગ્રુપ કોર્પોરેટ અફેર્સ વિભાગનાં મહેન્દ્રભાઈ સોલંકી, પુરુરાજસિંહ ઝાલા, વિજયભાઈ ગુંસાઈ, અદાણી ફાઉન્ડેશનનાં કિશોરભાઈ ચાવડા તેમજ રાઘુભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જનસેવા સંસ્થાનાં રાજભાઈ સંઘવી, ભગીરથસિંહ ઝાલા, અસલમભાઈ માંજોઠી તેમજ ભીમજીભાઈ  જોગીએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(11:17 AM IST)