<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

રાજકોટ જીલ્લાની ૪૨ ગ્રામ પંચાયત અને રર ગામડાની પેટા ચુંટણીની મતગણતરી દરેક તાલુકા મથકો પર શરૂ

બેલેટ પેપરોની થોકડી બાદ કાર્યવાહીઃ ૧૫૦ મતદાન મથકોના મતગણતરી માટે ૪૯૩ કર્મચારીઓ.. સરપંચ કોણ બનશે?!: મતગણતરીનો પ્રારંભ....

 

રાજકોટઃ રાજકોટ જીલ્લાની ગ્રામ પંચાયતની ચુંટણીઓ પૂર્ણ થયા બાદ હવે મતગણતરી શરૂ થઇ છે, રાજકોટ તાલૂકા મામલતદાર કચેરી ખાતે તાલૂકા મામલતદાર શ્રી મકવાણા, નાયબ મામલતદારોશ્રી કિરીટસિંહ ઝાલા, તેજ બાણુગારીયા, કે.સી. જાડેજા, હાર્દિકભાઇ, બી.એમ. વઘાસીયા, કોમલબેન વાઢેર સહિત કુલ ૬૩ના સ્‍ટાફ દ્વારા પાંચ ગામોના ૬ મતદાન મથકોની ગણત્રી શરૂ કરાઇ છે, જેમાં વેજાગામ, સરધાર, સણોસરા, જીવાપર અને નવાગામનો સમાવેશ થાય છે, બપોરે ૧૨ વાગ્‍યા આસપાસ પરિણામો પણ જાહેર થઇ જશે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(૨.૭)

રાજકોટ તા.રપઃ રાજકોટ જીલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામ આજે જાહેર થનારા છે. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં ૧૫૦ મતદાન મથકો પર મતદાન થયું હતું. જેની મતગણતરી કુલ ૪૫ ટેબલ પર સવારે ૯ વાગ્‍યાથી શરૂ કરાઇ છે. આ કામગીરીમાં ૪૯૩ કર્મચારીઓ જોડાયા છે.

જિલ્લાના તાલુકા પ્રમાણે જોઇએ તો ઉપલેટા તાલુકામાં ૭ મતદાન મથકમાં થયેલા વોટિંગની ગણતરી ટાવરવાળી તાલુકા શાળા ખાતે થઇ રહી છે, રાજકોટ તાલુકાના ૬ મતદાન મથકોની મતગણતરી તાલુકા મામલતદાર કચેરી ખાતે શરૂ કરાઇ છે. લોધીકા તાલુકાના ૪ મતદાન મથકોની ગણતરી લોધીકા તાલુકા મામલતદાર કચેરી ખાતે, ગોંડલ તાલુકાના ૧૫ મતદાન મથકોની ગણતરી સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે, તેમજ પડધરી તાલુકાના ૨ મતદાન મથકોની ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજય કોલેજ ખાતે શરૂ કરાઇ છે.

આ ઉપરાંત ધોરાજી તાલુકાના ૧૬ મતદાન મથકોની ગણતરી ભગવતસિંહજી હાઇસ્‍કુલ ખાતે, જામકંડોરણા તાલુકાના ૬ મતદાન મથકોની ગણતરી તાલુકા મામલતદાર કચેરી ખાતે, જેતપુર તાલુકાના ૧૧ મતદાન મથકોની ગણતરી તાલુકા મામલતદાર કચેરી ખાતે, કોટડાસાંગાણી તાલુકાના ર મતદાન મથકોની ગણતરી ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ ખાતે, જસદણ તાલુકાના ૪૫ મતદાન મથકોની ગણતરી તાલુકા સેવા સદન ખાતે તથા વિંછીયા તાલુકાના ૩૬ મતદાન મથકોની ગણતરી વિંછીયા તાલુકા સેવા સદન ખાતે સવારે ૯ વાગ્‍યે શરૂ કરાઇ છે.(

(11:34 AM IST)