<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ઇરાન ઈઝરાયલ વચ્‍ચે યુધ્‍ધ સમાપ્ત : ઇરાને એર સ્‍પેસ ખોલીઃ ઈઝરાયલે પ્રતિબંધો દૂર કર્યા

યુધ્‍ધવિરામ અમલમાં આવ્‍યા પછી બંને દેશોના લોકોએ રાહતનો શ્‍વાસ લીધો છે

તહેરાન, તા.૨૫: ઇરાન અને ઈઝરાયલ વચ્‍ચેનું યુદ્ધ અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના હસ્‍તક્ષેપથી સમાપ્ત થયું છે. જેની બાદ ઇરાને તેનું એર સ્‍પેસ ખોલ્‍યું છે. તેમજ ઈઝરાયલે તમામ પ્રકારના પ્રતિબંધો પણ દૂર કરી દીધા છે. યુદ્ધવિરામ અમલમાં આવ્‍યા પછી બંને દેશોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમેરિકાએ ઈઝરાયલનો સાથ આપ્‍યોઃ જેમાં ૧૨ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં, પહેલીવાર ઈઝરાયલ અને ઈરાન વચ્‍ચે સીધી અથડામણ થઈ. બંને દેશોએ મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ દ્વારા એકબીજા પર હુમલો કર્યો. અમેરિકાએ ઈઝરાયલનો સાથ આપ્‍યો અને ઈરાનના મુખ્‍ય પરમાણુ મથકોનો નાશ કર્યો.

ઈઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ કહ્યું, જો કોઈ ઈરાનમાં પરમાણુ કાર્યક્રમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરશે તો અમે તેને ફરીથી નષ્ટ કરીશું. આ અમારો દૃઢ નિર્ધાર છે.

જ્‍યારે ઈરાનમાં ૧૨ દિવસના યુદ્ધ પછી યુદ્ધવિરામથી લોકો રાહત અનુભવી રહ્યા છે. ત્‍યારે સરકાર તરફી ઉગ્રવાદી સંગઠનોએ તેહરાનમાં રેલી યોજી હતી. રેલીમાં લોકોએ ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા.(

(11:42 AM IST)