<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

આગાહી મુજબ દિલ્‍હીમાં ચોમાસુ સક્રિય ન થયુ!

હવે ૨૪ થી ૩૬ કલાકમાં સક્રિય થવાની સંભાવના

દિલ્‍હી અત્‍યાર સુધી ચોમાસાના પહેલા વરસાદથી અળગું રહ્યું છે. જ્‍યારે હરિયાણા, પંજાબ, રાજસ્‍થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગએ માહિતી આપી હતી કે આ વર્ષે ચોમાસુ હવે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, હિમાચલ પ્રદેશ, જમ્‍મુ, પંજાબ, હરિયાણા, પヘમિ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. જોકે, દિલ્‍હી અત્‍યાર સુધી ચોમાસાના પહેલા વરસાદથી અળગું રહ્યું છે. જ્‍યારે હરિયાણા, પંજાબ, રાજસ્‍થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગ કહે છે કે આગામી ૩૬ કલાકમાં દિલ્‍હી અને બાકીના ભાગોમાં ચોમાસુ પહોંચવાની શકયતા છે. હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે આગામી દિવસોમાં ઘણા રાજ્‍યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. આમાં મુખ્‍યત્‍વે શામેલ છે. દરમિયાન આગાહી મુજબ ગઈકાલે દિલ્‍હીમાં ચોમાસાની એન્‍ટ્રી થઈ નથી.

(3:31 PM IST)