તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 25th June 2025
અનિલ અંબાણીની કંપનીના આ શેરમાં તેજીની સર્કિટ ભાવ રૂપિયા 400ને પાર :600 કરોડનો મળ્યો ઓર્ડર
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે લો રૂપિયા 383.10 બોલાઈ છેલ્લે રૂપિયા 19.25 એટલે કે 5 ટકા તેજી સાથે રૂપિયા 404.65 રહ્યો

મુંબઈ :ભારતીય શેરબજારોમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેના શેરોમાં શાનદાર તેજી જોવા મળી હતી.
બજાર કામકાજને અંતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 19.25 એટલે કે 4.99 ટકાની તેજીની સર્કિટ એટલે કે અપર સર્કિટ સાથે રૂપિયા 404.65 રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના 25મી જૂનના રોજ તેની સહાયક ડિફેન્સ કંપની રિલાયન્સ ડિફેન્સને જાણીની જર્મન ડિફેન્સ કંપની રાઈનમેટલ પાસેથી રૂપિયા 600 કરોડની નિકાસનો ઓર્ડર મળ્યો છે.
રિલાયન્સ ડિફેન્સે કહ્યું છે કે આ સોદો જર્મન કંપની રાઈનમેટલ વેફ મ્યુનિશન GMBH સાથે તેની ભાગીદારીને વધારે મજબૂત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય બજારો ખાસ કરીને યુરોપમાં તેની ઉપસ્થિતિ વધારવા માટે મહત્વનું પગલું છે. આ ઓર્ડર ભારતના આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમોનું પણ સમર્થન કરે છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનો ભાવ આજે ઈન્ટ્રા-ડે લો રૂપિયા 383.10 બોલાઈ છેલ્લે રૂપિયા 19.25 એટલે કે 5 ટકા તેજી સાથે રૂપિયા 404.65 રહ્યો હતો.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
