News of Wednesday, 25th June 2025
છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાર ઊંધી વળતાં ત્રણ જણનાં મોત: બે લોકો ઘાયલ
ઘવાયેલા અન્ય બે જણને ફુલાંબરી પોલીસે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાર ઊંધી વળતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે જણ ઘવાયા હતા.
છત્રપતિ સંભાજીનગર-જળગાંવ હાઇવે પર ફુલાંબરી તહેસીલના બિલદા ગામ નજીક મંગળવારે રાતે 11 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
પાંચ મિત્રો મંગળવારે રાતે કારમાં જઇ રહ્યા હતા ત્યારે તે માર્ગમાં ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને બાદમાં ઊંધી વળી ગઇ હતી. કારમાં હાજર પાંચમાંથી ત્રણ જણના ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જેમની ઓળખ સૈયદ મારુફ (18), અરફાત બગવાન (20) અને રેહાન સૈયદ તરીકે થઇ હતી. ત્રણેય જણ સ્થાનિક રહેવાસી હતા.
અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે જણને ફુલાંબરી પોલીસે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
