<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અમેરિકન હુમલામાં તેહરાનના ન્યૂક્લિયર સાઇટ્સને ભારે નુકસાન થયું : ઈરાને કર્યો પહેલીવાર એકરાર

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ સ્વીકાર્યું કે રવિવારે યુએસ બી-2 બોમ્બર્સ દ્વારા છોડાયેલ બંકર-બસ્ટર બોમ્બ ખૂબ જ ઘાતક હતો. જેના કારણે પરમાણુ સ્થાપનોને ભારે નુકસાન થયું છે, તેમાં કોઈ શંકા નથી.

ઈરાનના 3 ન્યૂક્લિયર સાઇટ્સ પર અમેરિકાના હુમલાથી તેહરાનના પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે. ઈરાને પોતે હવે આ વાતને સ્વીકારી લીધી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાગાઈએ બુધવારે પુષ્ટિ કરી હતી કે ગયા અઠવાડિયે અમેરિકાના હુમલામાં ઇરાનના પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ, ઈરાનના 3 ન્યૂક્લિયર સાઇટ્સ પર  અમેરિકાના હુમલાથી તેહરાનના પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે. ઈરાને હવે આ વાતનો સ્વીકારી કર્યો છે. ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાગાઈએ બુધવારે પુષ્ટિ કરી હતી કે ગયા અઠવાડિયે અમેરિકાના હુમલામાં દેશના પરમાણુ સ્થળોને ગંભીર નુકસાન થયું છે. અલ જઝીરાને આપેલા નિવેદનમાં, બાઘાઈએ હુમલાઓની વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ સ્વીકાર્યું હતું કે રવિવારે યુએસ બી-2 બોમ્બર્સ દ્વારા છોડવામાં આવેલા બંકર-બસ્ટર બોમ્બ ખૂબ જ ઘાતક હતો. જેના કારણે પરમાણુ સ્થાપનોને ભારે નુકસાન થયું છે, તેમાં કોઈ શંકા નથી..."

રવિવારે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો. જેમાં નતાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાનનો સમાવેશ થાય છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાઓને નષ્ટ કરવાનો હતો. આ હુમલાઓની ગંભીરતા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના અહેવાલો અને સેટેલાઇટ ડેટા પરથી જાણવા મળી હતી. પરંતુ ઈરાન અત્યાર સુધી અમેરિકાના હુમલાને કારણે તેના પરમાણુ મથકોને થયેલા નુકસાનનો ઇનકાર કરી રહ્યું છે. પરંતુ હવે ખુદ ઈરાને સ્વીકાર્યું છે કે અમેરિકાના હુમલામાં તેના પરમાણુ મથકોને નુકસાન થયું છે. 

નાતાન્ઝ પરમાણુ સુવિધા: આ ઈરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર હતું, જેને અમેરિકન હુમલાથી મોટો ફટકો પડ્યો છે. આ પરમાણુ સ્થળ ઈરાનના મધ્ય ઉચ્ચપ્રદેશમાં તેહરાનથી 220 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર ઈરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે. અહીં ભૂગર્ભ માળખામાં સેંકડો સેન્ટ્રીફ્યુજ કાસ્કેડ કામ કરી રહ્યા હતા, જે 60% સુધી યુરેનિયમને સંવર્ધન કરી શકે છે અને જે શસ્ત્રો-ગ્રેડ સ્તરથી થોડું નીચે છે.

તે તેહરાનથી લગભગ 100 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. ફોર્ડો ઈરાનનું એક નાનું પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરમાણુ સુવિધા છે. ઈરાને IAEA ને આ સ્થળ વિશે માહિતી આપી હતી, જે 2007 માં શરૂ થયું હતું, 2009 માં યુએસ અને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઓળખાયા પછી. આ સ્થળ પર્વતની નીચે સ્થિત છે અને ખાસ કરીને હવાઈ હુમલાઓથી સુરક્ષિત રહેવા માટે રચાયેલ છે. યુએસએ GBU-57A/B 'મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર' બોમ્બનો ઉપયોગ કરીને આ બેઝને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. આ યુએસ બોમ્બનું વજન લગભગ 30,000 પાઉન્ડ છે અને તે ઘણા મીટર ઊંડાણમાં પ્રવેશ કરીને વિસ્ફોટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેને B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર દ્વારા પરમાણુ સ્થળ પર ફેંકવામાં આવ્યું હતું.  

ઇસ્ફહાન પરમાણુ કેન્દ્ર તેહરાનથી 350 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલું છે. તે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું એક મુખ્ય વૈજ્ઞાનિક અને સંશોધન કેન્દ્ર પણ છે. હજારો વૈજ્ઞાનિકો અહીં કામ કરે છે અને તેમાં ત્રણ ચીની સંશોધન રિએક્ટર, એક યુરેનિયમ રૂપાંતર પ્લાન્ટ (UCF) અને ઘણી પ્રયોગશાળાઓનો સમાવેશ થાય છે. આ સ્થાન પર તાજેતરમાં ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુરેનિયમ રૂપાંતર સુવિધાને નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકાએ પણ B-2 બોમ્બર વડે આ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો કર્યો હતો.

.

(8:50 PM IST)