તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 26th June 2025
રેલ્વે ટ્રેક પર કાર ચલાવી; ૧૫ ટ્રેનો ડાઈવર્ટ
તેલંગાણામાં યુપીની મહિલાનું કારનામું: આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

હૈદ્રાબાદ, તા.૨૬: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં હલચલ મચી ગઈ જ્યારે ઉત્તર પ્રદેશની એક ૩૪ વર્ષીય મહિલાએ પોતાની કાર રેલ્વે ટ્રેક પર ચડાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના શંકરપલ્લી સ્ટેશન પાસે બની. વાયરલ વીડિયોમાં, મહિલાની લ્શ્સ્ રેલ્વે ટ્રેક પર ઝડપથી આગળ વધતી જોવા મળી રહી છે. વીડિયોમાં રેલવે કર્મચારીઓ, સ્થાનિકો અને પોલીસ મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જ્યારે ટોળાએ મહિલાને બહાર કાઢી અને તેના હાથ બાંધી દીધા, ત્યારે તેણીએ બૂમો પાડી અને તેમને તેના હાથ છોડવા કહ્યું.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે લગભગ ૨૦ લોકોની મદદ લેવી પડી. તે બિલકુલ સહકાર આપી રહી ન હતી અને ખૂબ જ આક્રમક હતી. રેલવે પોલીસના એસપી ચંદના દીપ્તિએ જણાવ્યું હતું કે મહિલા માનસિક રીતે અસ્થિર હોય તેવું લાગી રહ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે તાજેતરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી હતી અને ઉત્તર પ્રદેશની રહેવાસી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું તે આત્મહત્યાનો પ્રયાસ હતો જેને તે હત્યા તરીકે રજૂ કરવા માંગતી હતી, તેમણે કહ્યું.
મહિલાની આ ઘટના બાદ ૧૦ થી ૧૫ ટ્રેનો પ્રભાવિત થઈ છે. તેમના રૂટ બદલવા પડ્યા છે. બેંગલુરુ-હૈદરાબાદ એક્સ-ેસ પણ તેમાં સામેલ છે. સુરક્ષા કારણોસર આ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. થોડા સમય માટે રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો.
મહિલાની કારમાંથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ મળી આવ્યું હતું, જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. હાલમાં મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
