News of Thursday, 26th June 2025
૩૦ કરોડનું સેલેરી પેકેજ : દિવસમાં માત્ર ૧૦ સેકન્ડનું કામ છતાં કોઈ આ નોકરી કરવા તૈયાર નથી
જયાં માત્ર એક સ્વિચ ઓન-ઓફ કરવાનું કામ છે. છતાં અહીં કોઈ કામ કરવા માટે રાજી થતું નથી. કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે

ઈજિપ્તઃ તા. ર૬,કરોડોની સેલેરી કોણ નથી ઈચ્છતું. જો બોસ ન હોય અને કામ કરવાનું કોઈ ટેન્શન ન હોય તો, બીજું શું જોઈએ. કામના નામ પર બસ એક સ્વિચ ઓન-ઓફ કરવાની હોય તો કોણ આ જોબથી ઈનકાર કરશે. આવી નોકરી તો દુનિયાના દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઈન્ટરનેટ પર પણ તમે આવા સમાચાર ઘણી બધી જગ્યાએ વાંચ્યા હશે. પરંતુ તેની હકીકત વિશે નથી જાણતો હોય.
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નોકરી ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા પોર્ટમાં ફારોસ નામના ટાપુ પર આવેલા લાઈટહાઉસ ઓફ એલેક્ઝાન્ડ્રિયાના કીપરની છે. જેને દુનિયાનું સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે. જુમોન લાઇટહાઉસ કીપરની નોકરી કરવા માટે વાર્ષિક પેકેજ ૩૦ કરોડ રૂપિયા છે.
નોકરીમાં સૌથી મોટી સુવિધા એ છે કે, જયારે મન થાય ત્યારે વ્યક્તિ સૂઈ શકે છે. બસ એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, લાઈટહાઉસની લાઇટ ચાલુ રહેવી જોઈએ. એવું કહેવાય છે કે અહીં કામ કરનાર વ્યક્તિને લાઇટહાઉસમાં એકલા રહેવું પડે છે. આ લાઇટહાઉસ બંદર પર બનેલું હોવાથી લોકો દૂર-દૂર સુધી દેખાતા નથી.
આ લાઇટહાઉસ સમુદ્રની વચ્ચે બનેલું છે. ઘણા ખતરનાક તોફાનોનો સામનો કરવો પડે છે. સમુદ્રના મોજા લાઇટહાઉસને ઢાંકી દે છે. રક્ષકનો જીવ પણ જોખમમાં હોય છે. ખડકો વચ્ચે મોટા જહાજોને રસ્તો બતાવવા માટે લાઇટહાઉસ બનાવવામાં આવે છે. લાઇટહાઉસ પણ વિશિષ્ટતાનું એક અનોખું ઉદાહરણ છે. આ કામ માટે ફક્ત ૧૦માં ધોરણ સુધીનું શિક્ષણ જરૂરી છે પરંતુ ટેકનિકલ સમજ જરૂરી છે.
પરંતુ સૌથી ખાસ વાત એ છે કે, જુમોન લાઇટહાઉસ હવે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. આનો અર્થ એ છે કે અહીં લાઇટ પ્રગટાવવા માટે કોઈ રક્ષકની જરૂર નથી. ૩૦ કરોડ રૂપિયાના પગારનો આંકડો પણ અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર નોકરીઓ વિશે ઘણી પોસ્ટ્સ છે. આ ભ્રામક પોસ્ટ્સમાં ૩૦ કરોડ રૂપિયાના પગારનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, લાઇટહાઉસની નોકરીમાં પગાર સ્થાનના આધારે ૪૦ હજાર ડોલરથી ૬૦ હજાર ડોલર સુધીનો હોય છે.
આપને જણાવી દઈએ કે, ઘણીવાર દીવાદાંડી રાખનાર દીવાદાંડીમાં અથવા તેની નજીક રહે છે, ખાસ કરીને કારણ કે ઘણા લોકો દૂરના વિસ્તારોમાં રહે છે. ઐતિહાસિક રીતે, દીવાદાંડી રાખનારનો વ્યવસાય અને ફરજો પેઢી દર પેઢી પરિવારોમાં પસાર થતી રહી છે, જયાં સુધી તકનીકી પ્રગતિએ ઉદ્યોગ માટેનો દૃષ્ટિકોણ બદલ્યો નહીં.
ઓટોમેટિક દીવાદાંડીઓ સાથે, ઓછા દેશો એવા છે જે દીવાદાંડી રાખે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) એ શિપિંગ અને બોટિંગ ઉદ્યોગ માટે સત્તાવાર નેવિગેશન માર્ગદર્શિકા તરીકે દીવાદાંડીઓનું સ્થાન લીધું છે, જોકે ઘણા દીવાદાંડીઓ હજુ પણ કાર્યરત છે અને સ્થાનિક અને મનોરંજક બોટર્સને માર્ગદર્શંન આપવામાં મદદ કરે છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
