તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 27th June 2025
જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના શાહી લગ્નમાં થશે 400 કરોડનો ખર્ચ : 13 કરોડનો ડ્રેસ પહેરશે દુલ્હન
સજાવટ અને ફુલો પર 8 કરોડ રુપિયા, વેડિંગ પ્લાનર પર 26 કરોડ રુપિયા અને આયોજન સ્થળ પર 17 કરોડ રુપિયા ખર્ચ થશે

જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્ન 27 જૂનના રોજ ઈટલીના વેનિસ શહેરમાં થશે. આ લગ્નમાં ફિલ્મી સ્ટાર, રાજકારણની મોટી હસ્તીઓ, મોટા બિઝનેસ લીડર્સ સહિત 250 વીઆઈપી મહેમાનો સામેલ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
. દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી અમીર શખ્સ અને દિગ્ગજ ઈ-કોમર્સ અમેઝન કંપનીના ફાઉંડર જેફ બેઝોસ ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તે પોતાની મંગેતર લોરેન સાંચેઝ સાથે ઈટલીના વેનિસ શહેરમાં શુક્રવાર લગ્ન કરવા જઈ રહ્યા છે, અને આ કોઈ જેવા તેવા લગ્ન નહીં હોય, પણ અમીરી અને શાહી ઠાઠનું ભવ્ય પ્રદર્શન થવાનું છે
અમેરિકી રાઈટર અને જર્નલિસ્ટ લોરેન સાંચેઝની ઉંમર 55 વર્ષ છે, જ્યારે જેફ બેઝોસ 61 વર્ષના છે. આ લગ્નમાં ફિલ્મી સ્ટાર, રાજકારણ સાથે જોડાયેલી હસ્તીઓ, મોટા બિઝનેસ લીડર્સ સહિત 250 વીઆઈપી મહેમાનો સામેલ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખર્ચ 56 મિલિયન ડોલરથી વધારે એટલે કે લગભગ 400 કરોડ ખર્ચ થવાનું અનુમાન છે. સજાવટ અને ફુલો પર 8 કરોડ રુપિયા, વેડિંગ પ્લાનર પર 26 કરોડ રુપિયા અને આયોજન સ્થળ પર 17 કરોડ રુપિયા ખર્ચ થશે. લોરેન સાંચેજની વેડિંગ ડ્રેસની કિંમત પણ 13 કરોડ રુપિયા હોવાનું કહેવાય છે
આ હાઈ પ્રોફાઈલ વેડિંગમાં હોલીવુડ સ્ટાર્સથી લઈને ટોપ અબજોપતિ સામેલ થઈ શકે છે. એલન મસ્ક, બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ઓપ્રા વિન્ફ્રે, કિમ કાર્દશિયન અને લિયોનાર્ડો ડિકૈપ્રિયો, ઈવાંકા ટ્ર્મપ, ઝેરેડ કુશનર, કૈટી પેરી, હોલીવુડ સ્ટાર, ડાયને વોન ફર્સ્ટેનબર્ગ, કિમ કાર્દશિયન જેવી હસ્તીઓ આવશે તેવી ચર્ચા છે
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
