<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

કાકીના પ્રેમમાં પડ્‍યો ભત્રીજોઃ ભગાડીને લગ્ન કરી લીધા

૨૫ વર્ષિય માલતી દેવીએ પોતાના પતિના ભત્રીજા ૨૨ વર્ષના દીપક સાથે લગ્ન કરી લીધા : લગ્ન કર્યા બાદ બંનેએ વીડિયો વાયરલ કરી તેની જાણકારી આપી

 

 

જમુઇ તા.૨૭:  બિહારના જમુઈ જિલ્લામાં લવ અફેરમાં એક કાકી ભત્રીજાના લગ્નની ચર્ચા હજુ શાંત નથી પડી ત્‍યાં આવો જ એક બીજો કિસ્‍સો સામે આવ્‍યો છે. આ વખતે ત્રણ બાળકોની માતા પોતાનાથી નાની ઉંમરના કુંવારા ભત્રીજા સાથે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા છે.ત્રણ બાળકો સાથે ઘરેથી ભાગી પ્રેમી ભત્રીજા સાથે લગ્ન કરવાનો વીડિયો વાયરલ કરી તેના વિશે જાણકારી આપી છે. આ ઘટના જમુઈ જિલ્લાના નગર વિસ્‍તારના ભાટચક ગામની છે, જ્‍યાં રહેતી ૨૫ વર્ષિય માલતી દેવીએ પોતાના પતિના ભત્રીજા ૨૨ વર્ષના દીપક સાથે લગ્ન કરી લીધા છે. માલતી પતિ સાવન કુમારને છોડી પોતાના ત્રણ બાળકોને લઈને ઘરેથી ભાગી અને પાડોશમાં રહેતા ભત્રીજા દીપક સાથે લગ્ન કરી લીધા છે.

આ ઘટના બાદ દીપકના માતા-પિતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે, જે પોતાના દીકરાની કરતૂતથી શરમ અનુભવી રહ્યા છે, તેમને અફસોસ થાય છે કે તેમનો દીકરો તેની કાકી સાથે આવું કઈ રીતે કરી શકે. તો વળી પોતાના ત્રણ બાળકો માટે માલતીનો પતિ મિકેનિકનું કામ કરે છે, તેણે પોલીસને અરજી આપી છે. માલતીનો પતિ સાવન કુમાર મોટર મિકેનિકનું કામ કરે છે, રોજગાર અને કામ માટે થઈને હંમેશા ઘરની બહાર રહેવું પડે છે. તો વળી પાડોશમાં રહેતા દીપક જે આઈટીઆઈ કરે છે, તેને માલતીના ઘરે આવવા જવાનું થતું હતું.

કહેવાય છે કે આ લગ્ન લગભગ ૨ વર્ષથી બંને વચ્‍ચે લવ અફેર ચાલી રહ્યું હતું, પણ તેની જાણ ન પરિવારને થઈ કે ન આજુબાજુમાં રહેતા લોકોને થઈ. બે દિવસ પહેલા માલતી પોતાના ત્રણ બાળકોને લઈને ઘરેથી એવું કહીને નીકળી હતી કે તે પિયરમાં જઈ રહી છે, જ્‍યારે દીપકે પોતાના પરિવારને જણાવ્‍યું કે, તે કમાવવા માટે કોલકાતા જઈ રહ્યો છે, ગુરુવારે કાકી ભત્રીજાએ લગ્ન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

આ વીડિયોમાં દીપકે એવું પણ કહ્યું છે કે, આ લગ્ન તેમણે પોતાની મરજીથી કર્યા છે. જો તેમને કંઈ થાય છે તો તેના માટે પરિવાર જવાબદાર રહેશે. કાકી ભત્રીજાના આ લગ્નની ચર્ચા જિલ્લામાં ખૂબ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ચાર દિવસ પહેલા નગર થાના વિસ્‍તારના સિકરિયા ગામમાં પ્રેમ પ્રસંગનો આવો જ કિસ્‍સો સામે આવ્‍યો હતો, જેમાં કાકી અને ભત્રીજાએ ગામના મંદિરમાં લગ્ન કર્યા હતા. આ ઘટના બાદ દીપકે પિતા ભોલા સાવ અને તેની માતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.(૩૮.૫)

(9:42 AM IST)