તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 27th June 2025
બીગબી પાપડ બનાવે છે? ડેનમાર્કની મહિલા બની બચ્ચનના પાપડની ફેન
અમિતાભ બચ્ચન ભલે હવે ઘણી ફિલ્મોમાં ન દેખાય, પરંતુ તેમની પાસે સમાચારમાં રહેવાના ઘણા કારણો છે. કયારેક બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓથી હેડલાઇન્સમાં રહે છે તો કયારેક કંઈ બોલ્યા વિના જ

મુંબઈ,તા.૨૭: અમિતાભ બચ્ચન ભલે હવે ઘણી ફિલ્મોમાં ન દેખાય, પરંતુ તેમની પાસે સમાચારમાં રહેવાના ઘણા કારણો છે. કયારેક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓથી હેડલાઇન્સમાં રહે છે તો કયારેક કંઈ બોલ્યા વિના જ. હાલમાં તેઓ ડેનમાર્કના કોપનહેગનની એક મહિલાને લઈને સમાચારમાં છે જે એક ખાસ ભારતીય પાપડ બ્રાન્ડ માટે દિવાની છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને બચ્ચને પાપડ બનાવતા ગણાવ્યા છે.
આ વીડિયોમાં, ફ્રેડરિક નામની એક મહિલા ભારતીય બ્રાન્ડના પાપડ માટે પાગલ છે. ફ્રેડરિકે મગ દાળના પાપડના પેકેટ તરફ ઈશારો કર્યો છે જેના પર બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનો ફોટો છે
વીડિયોમાં, તે કહે છે, આ વ્યક્તિ શ્રેષ્ઠ પાપડ બનાવે છે. શું કોઈને ખબર છે કે આ બ્રાન્ડ કયાંથી ખરીદવી કારણ કે મારી પાસે પાપડ ખતમ થવાના છે? જો તમે આ પાપડ બનાવવા વાળાને જાણો છો, તો કળપા કરીને તેને જણાવો કે તે કેટલો અદ્ભુત પાપડ બનાવે છે.
ફ્રેડેરીક કહે છે કે જ્યારે તે નેપાળ ગઈ હતી ત્યારે તેણે આ પાપડનું પેકેટ ખરીદ્યું હતું અને તેને કોપનહેગનમાં કયાંય તે મળી રહ્યું નથી. તેણે કેપ્શનમાં લખ્યું છે, મારી પાસે હવે પાપડ ખતમ થવાના છે. જો કોઈને ખબર હોય કે તે કયાં મળશે અથવા આ મહાન પાપડવાળો કોણ છે, તો કળપા કરીને મારી મદદ કરો.
હવે લોકોએ આ મહિલાને તેના વીડિયો પર યોગ્ય જવાબ આપ્યો છે. એક યુઝરે કહ્યું, તે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર બાસમતી ચોખા પણ ઉગાડે છે. બીજા યુઝરે કટાક્ષ કર્યો, તે અમને ઑનલાઈન કૌભાંડો અને છેતરપિંડીથી પણ બચાવે છે. તો બીજા યુઝરે કહ્યું, તે મને પોલિયોની દવા આપતો હતો અને હું આજે તેના કારણે જીવિત છું. એકે તેને ચીડવતા કહ્યું, જો તમે તેને તમારું નામ રેખા કહો તો તે તમને વ્યક્તિગત રીતે પાપડ મોકલી દેશે.
લોકોએ આ વીડિયો પર ખૂબ ટિપ્પણીઓ કરી છે, જે વાંચીને તમે હસવાનું બંધ નહીં કરી શકો. બીજાએ કહ્યું, હા, તે મુંબઈમાં તેના હવેલીમાં બેસીને બધા પાપડ જાતે હાથથી જ બનાવે છે. બીજાએ કહ્યું, આ અમિતાભ બચ્ચન છે, તે ખૂબ જ સારી સોનપાપડી પણ બનાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
