<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

તમારી પાસે જે કપડાં, જૂતાં અને મોબાઇલ છે તે અમારા કારણે છે

મહારાષ્‍ટ્રમાં ભાજપના ધારાસભ્‍યની જાહેરસભામાં વિવાદાસ્‍પદ ટિપ્‍પણી

 

સંભાજીનગર તા.૨૭: મહારાષ્‍ટ્રના ભાજપના ધારાસભ્‍ય બબનરાવ લોણીકરે એક જાહેર સભામાં વિવાદાસ્‍પદ ટિપ્‍પણી કરતા જણાવ્‍યું હતું કે જે લોકો તેમના પક્ષ અને સરકારની ટીકા કરે છે તેઓએ જાણવું જોઈએ કે તેમને કપડાં, જૂતા, મોબાઇલ, સરકારી યોજનાઓના નાણાકીય લાભો અને વાવણી માટે પૈસા અમારા કારણે મળી રહ્યાં છે.

ગુરુવારે લોણીકરની વિવાદાસ્‍પદ ટિપ્‍પણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં બહાર આવ્‍યા પછી વિપક્ષે આકરી ટીકા કરી હતી. ભાજપના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે પણ આ ટિપ્‍પણીઓનો અસ્‍વીકાર કર્યો હતો.

એક કાર્યક્રમમાં બોલતા ભૂતપૂર્વ રાજ્‍ય મંત્રીએ ભાજપની આગેવાની હેઠળની સરકારની કલ્‍યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને ભાજપના ટીકાકારોની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્‍યું હતું કે અમે તમારા ગામમાં ઓવરહેડ પાણીની ટાંકી, કોંક્રિટ રસ્‍તા, ફંક્‍શન હોલ અને વિવિધ સરકારી યોજનાઓના લાભો આપ્‍યા છે.

બબનરાવ લોણીકરે અમારી ટીકા કરનારાઓની માતાઓને પગાર આપ્‍યો અને તેમના પિતા માટે પેન્‍શન પણ મંજૂર કર્યું.  નરેન્‍દ્ર મોદીએ તમારા પિતાને વાવણી માટે રૂ.૬,૦૦૦ આપ્‍યાં. તમારી બહેન લાડલી બહેન યોજનાનો લાભ લઈ રહી છે. તમારી પાસે જે કપડાં, જૂતા, મોબાઇલ ફોન છે તે અમારા કારણે છે. શિવસેના (UBT)ના MLC અને વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ  આવી ટિપ્‍પણી બદલ તેમની આકરી ટીકા કરી હતી.(૩૮.૧૯)

(10:19 AM IST)