News of Friday, 27th June 2025
ભારત સાથે મોટી ડીલ કરશે અમેરિકા; ચીન સાથે વેપાર કરાર હસ્તાક્ષર કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટતા કરી કે અમેરિકા ફક્ત થોડા દેશો સાથે જ વેપાર સોદા કરશે. તેમણે કહ્યું કે દરેક સાથે કરાર થશે નહીં

નવી દિલ્હી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ચીન અને અમેરિકા વચ્ચેની નિકટતા વધી રહી હોય તેવું લાગે છે. મહત્વની વાત એ છે કે ટ્રમ્પે ભારત સાથે પણ મોટી ડીલ કરવાની જાહેરાત કરી છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ પછી ટ્રમ્પ હવે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 'બિગ બ્યુટીફુલ બિલ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ અમારી સાથે વેપાર કરવા માંગે છે. થોડા મહિના પહેલા મીડિયા પૂછી રહ્યું હતું કે શું કોઈ ખરેખર વેપાર સોદામાં રસ લેશે? પરંતુ અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે વધુ સારા સોદા કરીશું. ભારત સાથે પણ મોટી ડીલ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટતા કરી કે અમેરિકા ફક્ત થોડા દેશો સાથે જ વેપાર સોદા કરશે. તેમણે કહ્યું કે દરેક સાથે કરાર થશે નહીં. તેમણે કહ્યું કે અમે દરેકને પત્રો મોકલીશું અને તેમનો આભાર માનશું અને તેમને 25, 35 અથવા 45 ટકા ચૂકવવાનું કહીશું. આ એક સરળ રસ્તો હશે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
