<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

કોંગ્રેસ વિશ્‍વકર્મા સમાજની સાથેઃ નેતૃત્‍વની સાથે સત્તામાં ભાગીદારી જરૂરીઃ રાહુલ ગાંધી

દેશભરના વિશ્‍વકર્મા સમાજના પ્રતિનિધીઓએ લોકસભાના વિપક્ષી નેતા સાથે કરી મુલાકાત

નવી દિલ્‍હી તા. ર૭: લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દેશના વિશ્‍વકર્મા સમાજના પ્રતિનિધિઓ સાથે દિલ્‍હી ખાતે મુલાકાત કરી તેમની સમસ્‍યા જાણી હતી.

રાહુલ ગાંધીએ સોશ્‍યલ મિડીયા પોસ્‍ટ દ્વારા મુલાકાત અંગે જણાવેલ કે, તેમના પરંપરાગત રોજગાર છીનવાઇ ગયા છે. સમાજમાં તિરસ્‍કાર અને ઉપેક્ષા, પ્રતિનિધિત્‍વની મોટી કમી અને મુખ્‍ય ધારાથી દુર થતા હોવાની વેદના તેમનામાં ચોખ્‍ખી દેખાતી હતી. મેં તેમને જણાવ્‍યું કે, ફકત પ્રતિનિધિત્‍વ પુરતું નથી, સત્તાની અંદર ભાગીદારી અને એકતા તથા સશકત અવાજ પણ એટલો જરૂરી છે.

આ દિશામાં પ્રથમ અને નિર્ણાયક પગલું જાતિ જનગણના છે. આ હથીયાર જે સમાજની સાચી તસવીર સામે લાવશે અને નીતિ નિર્માણની દિશા નકકી કરશે. પ્રતિનિધિત્‍વ, ભાગીદારી અને હિસ્‍સેદારી ત્‍યારે સુનિヘતિ બનશે જયારે જમીની હકીકત દર્શાશે.

મેં તેમને એ પણ ભરોસો અપાવ્‍યો કે, કોંગ્રેસ તેમના આ સંઘર્ષમાં તેમની સાથે છે. બદલાવની શરૂઆત અમે અમારી સુનિヘતિ કરી હવે અન્‍ય પ્રદેશમાં આગળ ધપાવાશે. જયારે વિશ્‍વકર્મા સમાજથી એવા નેતા ઉભરશે જેને સમુદાયનો વિશ્‍વાસ અને સમર્થન પ્રાપ્‍ત હશે ત્‍યારે આ બદલાવ સ્‍થાયી રૂપ લેશે. 

(4:02 PM IST)