News of Friday, 27th June 2025
પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં પંચર થયું
રાંચી એરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યોઃફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ, જેને લઈને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

પટના,તા.૨૭
ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર શુક્રવાર બપોરે મોટી દુર્ઘટના ટળી હતી. પટના જઈ રહેલું ઇન્ડિગો વિમાનનું ટાયર પંચર થઈ ગયું. જ્યારબાદ આ વિમાનને રાંચીમાં જ ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. આ વિમાનમાં લખનઉ જનારા મુસાફર પણ સવાર હતા. ઘટનાની જાણ થતા જ તમામ મુસાફરોમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ, જેને લઈને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
મળતી માહિતી અનુસાર, આ વિમાન બપોરે ૩ઃ૧૫ વાગ્યે કોલકાતાથી રાંચી લેન્ડ થયું હતું. લેન્ડિંગ બાદ જ્યારે એપ્રન પર વિમાનનું રેગ્યુલર ચેકિંગ કરાયું તો આગળના વ્હીલમાં ટેક્નિકલ ખામી સામે આવી. જેને લઈને ફ્લાઈટ કેન્સલ કરવી પડી અને પટના જનારા મુસાફરોને ટેક્સિથી પટના માટે રવાના કરાયા, જ્યારબાદ પટનાથી લખનઉ જનારા મુસાફરોને કનેક્ટિવ ફ્લાઈટથી દિલ્હી મોકલાયા. ઇન્ડિગો એરલાઇન્સના અનુસાર, વિમાન મોડી રાત્રે રાંચીથી ઉડાન ભરશે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
