News of Friday, 27th June 2025
જયપુરમાં પિતા બે બે સગીર પુત્રીઓ પર આચરતો હતો દુષ્કર્મ :માતાએ ઘરમાં ગુપ્ત કેમેરા લગાવી ફોડ્યો ભાંડો
પુત્રીઓએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા માતા તેમને હૉસ્પિટલમાં લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ શારીરિક શોષણની પુષ્ટિ કરી: માતાએ હિડન કેમરા લગાવતા પિતાના અશ્લીલ કૃત્યો કૅમેરામાં કેદ થઈ ગયા

જયપુરમાં એક પિતા દ્વારા તેની 10 અને 11 વર્ષની બે પુત્રીઓ પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 20 જૂને દીકરીઓને પેટમાં દુખાવો થતાં માતા તેમને હૉસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ શારીરિક શોષણની પુષ્ટિ કરી. માતાએ ઘરમાં એક હિડન કૅમેરા લગાવ્યો. 21 જૂને પિતાના અશ્લીલ કૃત્યો કૅમેરામાં કેદ થઈ ગયા
ડૉક્ટરોની સલાહ પર, માતાએ એક NGO ની મદદ લીધી અને ઘરમાં એક છુપાયેલ કૅમેરા લગાવ્યો. 21 જૂનના રોજ, પિતાના અશ્લીલ કૃત્યો કેમેરામાં કેદ થયા.
22 જૂનના રોજ, માતાએ તેના પતિ રતન કુમાર વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ માતા અને પુત્રીઓના નિવેદનો નોંધ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે પિતા છેલ્લા ઘણા વર્ષોથી પુત્રીઓનું શોષણ કરી રહ્યો હતો.
આવા જ એક કિસ્સામાં, આંધ્ર પ્રદેશમાં દસમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની એક ટીનેજર પર ૧૪ જણ દ્વારા બે વર્ષ સુધી સતત બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે, આ ટીનેજર અત્યારે ગર્ભવતી છે એવી જાણ થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે. તેને ૮ મહિનાનો ગર્ભ છે એવું જાણવા મળ્યું છે. આ ટીનેજર આઠમા ધોરણમાં હતી ત્યારથી તેનું જાતીય શોષણ શરૂ થયું હતું અને બે મહિના પહેલાં સુધી તે સ્કૂલ જતી હતી. પોતાની મમ્મી સાથે રહેતી આ ટીનેજરને આરોપીઓ દ્વારા ધમકાવી રાખવામાં આવી હતી અને તેને બ્લૅકમેઇલ પણ કરવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં એક સગીર સહિત ૧૭ જણની ધરપકડ કરી છે.
તાજેતરમાં, થાણે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી. એસ. દેશમુખે શુક્રવારે ૬ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપસર ૨૦ વર્ષના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર સંધ્યા મ્હાત્રેએ આ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘૨૦૨૨ની ૬ એપ્રિલે આરોપી અનવર બાબુ શેખ તેની પાડોશમાં રહેતી અને ઘરની બહાર રમી રહેલી ૬ વર્ષની બાળકીને કોઈ લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.’કોર્ટે આ સંદર્ભે રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ, બાળકી અને અન્ય સાક્ષીઓ, પાડોશીઓનાં નિવેદનના આધારે આરોપી અનવર બાબુ શેખની સામે નોંધાયેલા ઇન્ડિયન પીનલ કોડની કલમ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી અને સાથે જ તેને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
