News of Saturday, 28th June 2025
સ્પા માટે આવતા હતા જુવાનિયાઃ અનોખી સર્વિસ આપતી હતી છોકરીઓ
પાડોશમાં રહેતા લોકોએ ભાંડો ફોડી નાખ્યોઃ પોલીસે ઘટનાસ્થળેથી ૫ મહિલાઓ અને ૫ પુરુષોની ધરપકડ કરી

જયપૂર તા.૨૮: જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં ૨૬ જૂન ૨૦૨૫ના રોજ પોલીસે એક સનસનીખેજ કાર્યવાહી કરતા એવરશાઈન ટાવરમાં આવેલા રીચ્યુઅલ સલૂન એન્ડ સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સ્પા સેન્ટરના સંચાલક રાહુલ યાદવ અને માલિક અમન વિરુદ્ધ અનૈતિક ગતિવિધિઓના આરોપમાં ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી ૫ મહિલાઓ અને ૫ પુરુષોની ધરપકડ કરી લીધી છે, જેમના વિરુદ્ધ દેહ વ્યાપાર અને અન્ય ગેરકાયદે પ્રવળત્તિઓમાં સંડોવણીની શંકા છે. આ કાર્યવાહી ડીસીપી અમિત કુમારની આગેવાનીમાં કરવામાં આવી, જેમને સ્થાનિક લોકો અને ગુપ્ત સૂત્રો દ્વારા સ્પા સેન્ટરમાં ચાલી રહેલી અનૈતિક ગતિવિધિઓની ફરિયાદ મળી હતી.
જયપુરના ચિત્રકૂટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એવરશાઈન ટાવર એક વ્યસ્ત કોમર્શિયલ એરિયા છે. જ્યાં કેટલીય ઓફિસો અને બિઝનેસ ચાલે છે. રીચ્યુઅલ સલૂન એન્ડ સ્પા સેન્ટર આ ટાવરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે. સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી હતી કે મસાજ અને સ્પાની આડમાં આ સેન્ટરમાં દેહ વ્યાપાર અને અન્ય કાળા કામ થઈ રહ્યા છે. આ સૂચનાના આધાર પર ચિત્રકૂટ પોલીસે એક ગુપ્ત ઓપરેશન ચલાવવાનો પ્લાન બનાવ્યો. ડીસીપી અમિત કુમારે જણાવ્યું કે, દરોડા પહેલા પોલીસે સેન્ટરની ગતિવિધિઓ પર નજર રાખી અને પાકા પુરાવા એકઠા કર્યા હતા.
ડીસીપી અમિત કુમારે જણાવ્યું કે, અમને સ્થાનિક લોકો અને ગુપ્ત સૂત્રો પાસેથી ફરિયાદ મળી હતી કે આ સ્પા સેન્ટરમાં ગંદા કામ થઈ રહ્યા છે. અમે ગોપનીય રીતે તપાસ કરી અને દરોડા પાડવાનો પ્લાન બનાવ્યો. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાએ ફરિયાદની પુષ્ટિ કરી. તેમણે એવું પણ કહ્યું કે, જયપુર પોલીસે આવી ગતિવિધિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના સેન્ટરો પર નજર રાખવામાં આવશે.
૨૬ જૂનની સાંજે પોલીસે એવરશાઈન ટાવરમાં રીચ્યુઅલ સલૂન એન્ડ સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. ઘટનાસ્થળ પર પોલીસને વાંધાજનક સ્થિતિમાં ૫ મહિલાઓ અને ૫ પુરુષો મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સ્પા સેન્ટરમાં મસાજની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો. પોલીસે સંચાલક રાહુલ યાદવની ધરપકડ કરી લીધી છે, જે સેન્ટર ચલાવતો હતો.(૩૮.૧૧)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
