<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ભારે કરીઃ ફેસબુક પર ખાલી ૩ શબ્‍દો લખવા બેન્‍ક કર્મીને મોંઘા પડ્‍યાઃ ૭ લાખ ચૂકવવા પડયા

ભૂલથી તેણે એક વ્‍યક્‍તિને મેસેજ મોકલી દીધો. તેણે મેસેજમાં ફક્‍ત ત્રણ શબ્‍દો લખ્‍યા હતા. આ ત્રણ શબ્‍દો તેને એટલા મોંઘા પડ્‍યા કે પાર્શીવ મૂર્તિને પૂરા ૭ લાખ રૂપિયા ચૂકવવા પડ્‍યા

 

 

બેંગલુરુ  તા.૨૮: કર્ણાટકની કોડાગુ પોલીસે બેંક કર્મચારી પાસેથી ૭ લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી કરવાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. પાંચેય લોકોએ નકલી પોલીસ અધિકારીઓ તરીકે ઓળખ કરીને આ છેતરપિંડી કરી હતી. આરોપીઓની ઓળખ ઇબ્રાહિમ બાદશાહ, રાઘવેન્‍દ્ર, સંગીતા, ચરણ તરીકે થઈ છે. આરોપીઓમાંથી એક સગીર છે. સંગીતા મુખ્‍ય આરોપી ઇબ્રાહિમની પત્‍ની છે. ફરિયાદ મુજબ, પીડિત પાર્શીવ મૂર્તિ મડાપટન ગામનો રહેવાસી છે. તેનું ગામ કુશલનગર શહેરમાં આવેલું છે. તેણે જણાવ્‍યું કે તેણે ૧૧ ઓક્‍ટોબર ૨૦૨૪ ના રોજ ફેસબુક પર એક વ્‍યક્‍તિને ભૂલથી મેસેજ મોકલ્‍યો હતો. ૨ નવેમ્‍બરના રોજ તેને એક ફોન આવ્‍યો. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે પેરિયાપટન સાયબર પોલીસ વિભાગમાંથી બોલી રહ્યો છે.

ફોન કરનારે પીડિતને કહ્યું કે તેણે સોશિયલ મીડિયા પર એક છોકરીને હેરાન કરી છે. ફોન કરનારે ૭ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેણે ધમકી પણ આપી હતી કે જો તે પૈસા નહીં ચૂકવે તો તે તેના ઘરે આવીને તેની ધરપકડ કરશે. તેના પરિવાર સામે તેનું અપમાન કરવામાં આવશે. તેને જેલમાં પણ મોકલી દેવામાં આવશે. પાર્શીવ મૂર્તિ એક સહકારી બેંકમાં કામ કરે છે.

શરૂઆતમાં, તે ફરિયાદ નોંધાવવામાં અચકાયો. સતત ધમકીભર્યા ફોન અને માનસિક દબાણને કારણે, તે પૈસા ચૂકવતો રહ્યો. તેણે છેતરપિંડી કરનારાઓને લગભગ ૭ લાખ રૂપિયા આપ્‍યા. છતાં, જ્‍યારે ફોન કરનારે તેને હેરાન કરવાનું બંધ ન કર્યું, ત્‍યારે તેણે ૧૧ જાન્‍યુઆરી, ૨૦૨૫ ના રોજ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. ડીએસપી પી. ચંદ્રશેખરના નેતળત્‍વમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી. ટીમે તમામ આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓના કબજામાંથી ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્‍યા.(૩૮.૫)

(9:47 AM IST)