News of Saturday, 28th June 2025
શેફાલી જરીવાલાની છેલ્લી X પોસ્ટ વાયરલ: દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને લઈને કહી હતી આ વાત
તેણીએ અભિનેતાને 2024માં તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી

મુંબઈ :અભિનેત્રી એને મોડલ શેફાલી જરીવાલાના અચાનક નિધનથી તેમના ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અત્યાર સુધીમાં શેફાલી (Shefali Jariwala) ના પરિવાર તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, શેફાલીનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. જેના કારણે શેફાલી 42 વર્ષની વયે મૃત્યુ પામી છે. ત્યારે હવે શેફાલી જરીવાલાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં તેને X પર દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા વિશે એક પોસ્ટ કરી હતી.
શેફાલી જરીવાલા બિગ બોસ 13માં જોવા મળી હતી. આ સિઝનમાં સિદ્ધાર્થ શુક્લા વિજેતા બન્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે સારી એવી મિત્રતા થઈ હતી. લગભગ ચાર વર્ષ પહેલા 2 સપ્ટેમ્બર, 2021 ના રોજ સિદ્ધાર્થ શુક્લાનું પણ આવી જ પરિસ્થિતિમાં અવસાન થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે સિદ્ધાર્થને પણ અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
શેફાલી જરીવાલાના મૃત્યુનું કારણ પણ આ જ છે. એક દુઃખદ સંયોગ દ્વારા, અભિનેત્રીની છેલ્લી એક્સ પોસ્ટ સિદ્ધાર્થ શુક્લાને સમર્પિત હતી. તેણીએ અભિનેતાને 2024માં તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આ એક્સ પોસ્ટમાં શેફાલીએ બિગ બોસ 13ની જૂની તસવીર શેર કરી હતી, જેમાં તે સિદ્ધાર્થ શુક્લાને ગળે લગાવતી જોવા મળી રહી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેણીએ લખ્યું હતું કે, 'આજે તમારા વિશે વિચારી રહી છું મારા મિત્ર સિદ્ધાર્થ શુક્લા.'
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
