<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

મુંબઈ પોલીસ શેફાલી જરીવાલાના ઘરે પહોંચી :ઘરમાં કામ કરતા વર્કર અને અન્ય લોકોની પૂછપરછ

શેફાલી જરીવાલાની તબિયત અચાનક બગડતા તેને બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવાઈ હ્હતી હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી

માત્ર 42 વર્ષની ઉંમરે શેફાલી જરીવાલાના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સૂત્રો અનુસાર અભિનેત્રીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જો કે તેની પરિવારે પુષ્ટિ કરી નથી. હવે આ અંગે મુંબઈ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

 

અહેવાલો અનુસાર શેફાલી જરીવાલાની તબિયત અચાનક ગત રાત્રિના બગડી હતી. ત્યારબાદ તેને બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પ્રાથમિક અહેવાલો એવા હતા કે શેફાલીને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસનું કંઈક બીજું જ કહેવું છે.

ગઈકાલે રાત્રે શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ તેના ઘરે પહોંચી હતી. મુંબઈ પોલીસ ઘરમાં કામ કરતા વર્કર અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.

 

મુંબઈ પોલીસને શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર રાત્રે 1 વાગ્યે મળ્યા હતા અને તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ANI અનુસાર મુંબઈ પોલીસને રાત્રે 1 વાગ્યે માહિતી મળી હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ ખબર પડશે કે શેફાલીનું મૃત્યુ કેવી રીતે થયું.

 

શેફાલી જરીવાલા જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના ગાર્ડેનો વીડિયો ઇન્સ્ટન્ટ બોલિવૂડે શેર કર્યો છે જેમાં ગાર્ડે કહ્યું છે કે મેં શેફાલીજીને જોયા નથી, તેમની કાર 10-10:15 વાગ્યે નીકળી હતી, મેં ગેટ ખોલ્યો. ગાર્ડે કહ્યું કે તેને કંઈ ખબર નથી. બે દિવસ પહેલા તેને પતિ પરાગ ત્યાગી અને કૂતરા સાથે કાર પાસે જોયા હતા. અભિનેત્રીના એક મિત્રએ તેને રાત્રે 1 વાગ્યે જાણ કરી કે શેફાલીનું મૃત્યુ થયું છે.

(11:57 AM IST)