<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પંજાબમાં માન સરકારની ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી: 25 જેલ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

સ્પેન્ડ કરાયેલા 25 અધિકારીઓમાં 3 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને 2 આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ સહિત 25 જેલ કર્મચારીઓનો સમાવેશ :સરકારની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને ખતમ કરવામાં મદદ કરશે

પંજાબની માન સરકારે જેલોમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. જે અંતર્ગત રાજ્યના 25 જેલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી કામગીરી સુધારવા માટે કરવામાં આવી છે.

 

સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી કામગીરી સુધારવા માટે કરવામાં આવી છે. આ કાર્યવાહી જેલની કામગીરીમાં સુધારો કરશે. સસ્પેન્ડ કરાયેલા 25 અધિકારીઓમાં 3 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને 2 આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ સહિત 25 જેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

 

તે જ સમયે નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને ખતમ કરવામાં મદદ કરશે. કારણ કે આ અધિકારીઓ જેલોમાં ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કમાં સામેલ લોકોને મદદ કરતા હતા. રાજ્ય સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જેલોમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

 

સરકારે 25 જેલોના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી બાદ જેલોની કામગીરીમાં સુધારો થશે. કારણ કે આ અધિકારીઓ જેલોમાં ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કમાં સામેલ લોકોને મદદ કરતા હતા

 

(1:20 PM IST)