<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો મળી આવ્‍યા અમાનવીય અવસ્‍થામાં ઘણા વૃદ્ધો અર્ધનગ્ન અવસ્‍થામાં અથવા બેઝમેન્‍ટમાં બાંધેલી અવસ્‍થામાં જોવા મળ્‍યા, ઘણા વૃદ્ધો પેશાબના ડાઘવાળાં કપડાંમાં મળી આવ્‍યાઃ નોએડાના વૃદ્ધાશ્રમમાં ૩૯ વૃદ્ધોને બચાવી લેવામાં આવ્‍યા

વૃદ્ધાશ્રમમાં એડમિશન માટે ૨.૫ લાખ રૂપિયાના દાન ઉપરાંત સંસ્‍થા તેમના પરિવારો પાસેથી દર મહિને ૬૦૦૦ રૂપિયાનો ચાર્જ લેતી હતી

નવી દિલ્‍હી, તા.૨૮: નોએડાના સેક્‍ટર પંચાવનમાં આવેલા આનંદ નિકેતન વળદ્ધાશ્રમમાં અમાનવીય અને દયનીય અવસ્‍થામાં રાખવામાં આવેલા ૩૯ વળદ્ધોને બચાવી લેવામાં આવ્‍યા હતા. આ વળદ્ધાશ્રમ પર દરોડો પાડવામાં આવ્‍યા બાદ પોલીસ અધિકારીઓએ જોયું હતું કે વળદ્ધો રૂમમાં બંધ હતા અને તેમની સંભાળ રાખવા માટે કોઈ સ્‍ટાફ નહોતો; જ્‍યારે પુરુષ રહેવાસીઓને અંધારાવાળી, બેઝમેન્‍ટ જેવી રૂમમાં કેદ રાખવામાં આવ્‍યા હતા.

આ સંદર્ભમાં રાજ્‍ય મહિલા આયોગનાં સભ્‍ય મીનાક્ષી ભરલાએ જણાવ્‍યું હતું કે ‘કેટલાક વળદ્ધોએ પેશાબ અને મળના ડાઘવાળાં કપડાં પહેરેલાં હતાં, જ્‍યારે કેટલાક કપડાં વિના જોવા મળ્‍યા હતા. એક વળદ્ધ મહિલાને કપડાંથી બાંધીને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી.'

આ વળદ્ધાશ્રમમાં ઍડ્‍મિશન માટે ૨.૫ લાખ રૂપિયાના દાન ઉપરાંત સંસ્‍થા તેમના પરિવારો પાસેથી દર મહિને ૬૦૦૦ રૂપિયાનો ચાર્જ લેતી હતી.

વળદ્ધાશ્રમ સામે કેસ દાખલ કરવામાં આવ્‍યો છે અને વળદ્ધોને થોડા દિવસોમાં સરકારી વળદ્ધાશ્રમમાં ખસેડવામાં આવી રહ્યા છે.

પોલીસના દરોડા દરમ્‍યાન નર્સ હોવાનો દાવો કરતી એક મહિલા મળી આવી હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્‍યું કે તે માત્ર બારમું ધોરણ પાસ હતી. રહેવાસીઓને પોતાની સંભાળ જાતે જ રાખવાની ફરજ પાડવામાં આવી હતી.

વળદ્ધાશ્રમની ખરાબ સ્‍થિતિનો એક વિડિયો વાઇરલ થયો હતો જેને લખનઉના સમાજ કલ્‍યાણ વિભાગને પણ મોકલવામાં આવ્‍યો હતો. આ ટૂંકી ક્‍લિપમાં એક વળદ્ધ મહિલાને હાથ બાંધીને રૂમમાં રાખવામાં આવી હતી. વિડિયો વાઇરલ થયા પછી રાજ્‍ય મહિલા આયોગ અને નોએડા પોલીસે ગુરુવારે દરોડો પાડ્‍યો હતો અને ૩૯ વળદ્ધોને બચાવ્‍યા હતા. (રર.૮)

(3:23 PM IST)