News of Saturday, 28th June 2025
શેફાલી જરીવાલાનું અચાનક જ મોતઃ હાર્ટ એટેક કે પછી કંઇ બીજુ
પરિવારના સભ્યો-હેલ્પરો-રસોઇયા-નોકરાણીની પૂછપરછ

મુંબઈ, તા.૨૮: કાંટા લગા ગર્લ હવે આ દુનિયામાં નથી રહી... શેફાલી જરીવાલાનું નિધન થયુ છે. ૪૨ વર્ષની ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહ્યુ છે. શુક્રવારે રાત્રે શેફાલીનું નિધન થયુ. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શેફાલીના મોતનું કારણ શું છે.
શેફાલીના મોતનું કારણ હાર્ટ એટેક ગણવામાં આવી રહ્યું છે. તેના પતિ તેને તાબડતોબ હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા પણ ત્યાં પહોંચતા જ ડોક્ટર્સે તેમને મળત જાહેર કરી હતી. તો બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આ મોત હાર્ટ અટેકને કારણે થયુ કે પછી કંઇ બીજુ કારણ હતું? આ તમામ ચર્ચાઓ તેજ બની છે. શેફાલીના ઘરે પોલીસ પહોંચી છે. ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે પહોંચી છે. આ ઉપરાંત ઘરમાં હાજર લોકોને મોતને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુંબઇ પોલીસનું કહેવુ છે કે એક્ટ્રેસની મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી. જાણકારી મુજબ મુંબઇ પોલીસને રાત્રે ૧ વાગે આ સૂચના મળી હતી. પોલીસ શેફાલીના મળતદેહને પીએમ માટે કૂપર હોસ્પિટલ લઇ ગયા છે. પીએમ બાદ જ સ્પષ્ટ થશે કે મોતનું કારણ શું છે. શેફાલીનું મોત થયુ પરંતુ તે પહેલા ઘરમાં શું શું થયુ હતું, તે શું કરી રહી હતી. તે અંગેની તપાસ તેજ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઘરમાં હાજર પરિવારના સભ્યોને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના ઘરમાં કામ કરતા રસોઇયા અને નોકરાણીને પૂછપરછ માટે અંબોલી પોલીસ લઇ જવાયા છે. પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યુ છે શેફાલીના મોતનું કારણ હાર્ટ અટેક છે. પરંતુ પીએમ રિપોર્ટ બાદ જ સાચુ કારણ લામે આવશે, કે કયા કારણો સર અભિનેત્રીનુ અચાનક મોત થઇ ગયું.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
