<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

Googleએ આખરે બદલ્યા નિયમ : હવે 16 વર્ષથી નાની વયના યુઝર્સ યૂટ્યૂબ પર લાઈવ નહીં જઈ શકે

22 જૂલાઈથી લાઈવ સ્ટ્રીમ હોસ્ટ કરવા માટે ન્યૂનતમ ઉંમર 13થી વધારીને 16 વર્ષ કરી દીધી

નવી દિલ્હી :દુનિયાભરમાં વધતા સાયબર ફ્રોડની વચ્ચે, યૂટ્યૂબે લાઈવ સ્ટ્રીમિંગ માટે આકરા નિયમો લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો, આ પગલાથી કંપની, યૂટયૂબ પ્લેટફોર્મને યંગ અને ટીનએજ યૂઝર્સ માટે સુરક્ષિત બનાવા માગે છે. ગૂગલના નવા નિયમ અનુસાર, 22 જૂલાઈથી લાઈવ સ્ટ્રીમ હોસ્ટ કરવા માટે ન્યૂનતમ ઉંમર 13થી વધારીને 16 વર્ષ કરી દીધી છે. એટલે કે, 16 વર્ષથી નાની ઉંમરના બાળકો YouTube લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશે નહીં.

     નવા નિયમ અનુસાર, 16 વર્ષથી નાની ઉંમરના કિશોરો હવે પોતાના દમ પર લાઈવસ્ટ્રીમ નહીં કરી શકે. તેના માટે તેમને અમુક સુરક્ષા ઉપાયો અપનાવવા પડશે. YouTubeનું કહેવું છે કે આ પગલું સગીરની સુરક્ષા વધારવા અને તેમને મોટા, હંમેશા અપ્રત્યાશિત, ઓનલાઈન દર્શકો સાથે જોડાવા દરમ્યાન થનારા જોખમોને સીમિત કરવા માટે ઉઠાવવામાં આવ્યો છે. YouTubeના સપોર્ટ પેજ પર લખવામાં આવ્યું છે કે, આ અપડેટ અમારા ongoing કામનો ભાગ છે, જેથી YouTube પર બાળકો અને કિશોરોની સુરક્ષાની ખાતરી કરી શકાય  

    નાની ઉંમરના કિશોર હજુ પણ લાઈવસ્ટ્રીમમાં દેખાઈ શકે છે, પણ તેના માટે કડક નિયમો લાગૂ રહેશે. તેમને કેમેરા પર એક વયસ્ક સાથે હોવું જરુરી છે અને જો આવું નહીં હોય તો, YouTube લાઈવ ચેટને બંધ કરી શકે છે અથવા સ્ટ્રીમને હટાવી દેશે. જે કિશોર પોતાની ખુદની બ્રોડકાસ્ટ ચલાવવા માગે છે, તેમના માટે આ શરત છે કે, એક માતા-પિતા અથવા અન્ય વયસ્કને ચેનલ મેનેજર તરીકે જોડવા જોઈએ. YouTubeના લાઈવ કંટ્રોલ રુમ દ્વારા લાઈવસ્ટ્રીમ શરુ કરવાનું રહેશે અને કેમેરા પર પૂરેપુરો સમય દેખાવાનું રહેશે.

    આ અપડેટેડ પોલિસી YouTubeના બાલ સુરક્ષા ઉપાયો પર આધારિત છે, જેમ કે સુપરવાઈઝ્ડ અકાઉંટ્સ, મેડ ફોર કિડ્સ કંટેંટ કેટેગરી અને યુવા યુઝર્સને સંભવિત હાનિકારત કંટેંટથી બચાવવા માટે ડિઝાઈન કરેલી વિશેષતાઓ. પ્લેટફોર્મ પોતાના યુવા ક્રિએટર્સ અને દર્શકોને ગોપનીયતાના સર્વોત્તમ અભ્યાસો વિશે પણ યાદ અપાવતા રહે છે. જેમાં કેમેરા પર પર્સનલ ડિટેલ શેર કરવાથી બચવું અને ચેટ મોડરેશન ટૂલ્સનો ઉપયોગ કરી ઈંટરેક્શનને પ્રતિબંધ કરવાનું સામેલ છે.

   આ વર્ષની શરુઆતમાં YouTubeની પેરેન્ટ કંપની Googleએ સગીર યૂઝર્સની તેમની ઉંમર વિશે ખોટુ બોલતા રોકવા માટે પગલું ઉઠાવ્યું હતું. ફેબ્રુઆરીમાં કંપનીએ ખુલાસો કર્યો કે તેમણે યુઝર્સની અસલી ઉંમરને વધારી સટીક અનુમાન લગાવવા માટે મશીન લર્નિંગ સિસ્ટમનો ઉપયોગ શરુ કરી દીધો છે. જેથી બાળકો માટે અનુકૂલિત નહીં કરેલા કંટેંટ સુધી પહોંચતા રોકી શકાય.

જો કે, આ નવા પ્રતિબંધ અમુક યુવા ક્રિએટર્સને નિરાશ કરી શકે છે. YouTube નું કહેવું છે કે, સગીરની સુરક્ષા તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે. પ્લેટફોર્મને આશા છે કે, આ ઉપાયો લાગૂ કરી, તે કિશોરો માટે એક સુરક્ષિત અને જવાબદાર માહોલ બનાવી શકે છે, જે લાઈવ કેંટેટની ઓળખ કરવા માગે છે. જો કે, આ પગલાથી એ યુવા કેંટેંટ ક્રિએટર્સનો વધારો ધીમો થઈ શકે છે, જે પોતાની હાજરી બનાવવા અને રિયલ ટાઈમમાં ઓડિયંસ સાથે જોડાવા માટે લાઈવસ્ટ્રીમિંગ પર નિર્ભર છે.

(6:42 PM IST)