તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Saturday, 28th June 2025
૪૯ વર્ષના પતિએ પત્નીની હત્યા કરી, ૨૨ વર્ષ સુધી પોલીસને નચાવતો રહ્યો
૭૨ વર્ષે પોલીસની ઝપટે ચડી ગયોઃહનુમંતપ્પા પોતાની ત્રીજી પત્નીની હત્યા કરી લાશને એક બોરામાં ભરીને એક બસમાં મૂકી દીધી હતી

બેંગલુરુ, તા.૨૮
કર્ણાટકની રાજધાની બેંગલુરુ, ૭૨ વર્ષીય વ્યક્તિ અને દીકરાની લાશ... આ મામલો વર્ષ ૨૦૦૨નો છે. જ્યારે એક માણસ હનુમંતપ્પા પોતાની ત્રીજી પત્નીની હત્યા કરી લાશને એક બોરામાં ભરીને એક બસમાં મૂકી દીધી હતી. પછી ૨૨ વર્ષ સુધી કર્ણાટકમાં ગુમનામ જિંદગી જીવતો રહ્યો. આ કિસ્સો ૨૦૦૨માં કર્ણાટકના કોપ્પલ જિલ્લાનો છે. હનુમંતપ્પા, જે તે સમયે ૪૯ વર્ષનો હતો. તેણે પોતાની ત્રીજી પત્ની રેણુકમ્માની પહેલા તો હત્યા કરી, હત્યા બાદ તેની લાશને એક કોથળામાં ભરી અને પછી તેને એક બસમાં મૂકીને ભાગી ગયો.
જ્યારે બસમાં કોથળામાંથી લાશ મળી, તો આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. લાશને પડોશી બલ્લારી જિલ્લામાંથી જપ્ત કરવામાં આવી. આ મામલો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો. ગંગાવતી ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાનો મામલો નોંધાયો અને પોલીસે આરોપીને શોધવા માટે ઠેર ઠેર દરોડા પાડ્યા. પણ હનુમંતપ્પા એટલી ચાલાકીથી છુપાયો કે પોલીસને કોઈ કડી મળી જ નહીં.
હનુમંતપ્પા, રાયચૂર જિલ્લાના મનવી તાલુકાના હલાધલ ગામનો રહેવાસી છે. તે બદરલી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જૂનિયર સ્વાસ્થ્ય સહાયક તરીકે કામ કરતો હતો. તેની ઉંમર હવે ૭૫ વર્ષ થઈ ચૂકી છે. પણ ગુનાના સમયે તે ૪૯ વર્ષનો હતો.
હનુમંતપ્પાએ પોતાની પત્નીની હત્યા બાદ ખુદને કાયદાની પહોંચથી દૂર રાખ્યો અને કર્ણાટકના અલગ અલગ ભાગમાં છુપાતો રહ્યો. આ દરમિયાન તેનો કોઈ પત્તો મળ્યો નહીં, કે જેથી પોલીસ તેના સુધી પહોંચી શકે.
હનુમંતપ્પાની ધરપકડ માટે પોલીસે કેટલાય વર્ષ સુધી મહેનત કરી, મોટા પાયે દરોડા પાડ્યા. કેટલીય ટીમો બનાવી, પણ દરેક વખતે પોલીસને ખો આપી નીકળી જતો. તેણે ન તો રાજ્ય છોડ્યું કે ન દેશ. પણ કર્ણાટકની અંદર જ અલગ અલગ ભાગમાં ગુમનામ જિંદગી જીવતો રહ્યો. હાલમાં પોલીસને સૂચના મળી હતી કે હનુમંતપ્પા પોતાના ગામ હલાધલ પરત આવ્યો છે. આ સૂચનાના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને ૨૩ વર્ષ બાદ પકડી લીધો.
આપને જણાવી દઈએ કે, આ મામલો કર્ણાટકના ત્રણ જિલ્લા કોપ્પલ, બલ્લારી અને રાયચૂર સાથે જોડાયેલો છે. હત્યા કોપ્પલ જિલ્લામાં થઈ, લાશ બલ્લારી જિલ્લામાંથી મળી અને આરોપીની ધરપકડ રાયચૂર જિલ્લામાંથી થઈ. હવે પોલીસને પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું કે, હનુમંતપ્પાએ કર્ણાટકના વિવિધ ભાગમાં છુપાઈને જિંદગી વિતાવી. આ મામલાની ગંભીરતા જોતા પોલીસે પૂછપરછ શરૃ કરી. હનુમંતપ્પાને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેના વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
