તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 30th June 2025
એટલા પૈસા નથી કે પાલન કરી શકીએ... બે દિવસની છોકરીને ફૂટપાથ પર છોડી ગયા મા-બાપઃ પત્રમાં વર્ણવી વેદના
માતા-પિતાની મજબૂરી સમાજ માટે એક સવાલ ...નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે

નવી મુંબઇ તા.૩૦: નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ટક્કા પરિસરમાં આવેલ સ્વપ્નાલય આશ્રમની બહાર ત્યજી દેવામાં આવેલી નવજાત બાળકી ફુટપાથ પર એક બાસ્કેટમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. રાતના અંધારામાં કોઈએ આ માસૂમને બાસ્કેટમાં દૂધની બોટલ, સેરેલેક, કેટલાક કપડાં સાથે મુકીને ત્યજી દીધી હતી. આ ચિઠ્ઠી જેણે પણ વાંચી તેનું હૃદય ભરાઈ આવ્યું. આ કોઈ ક્રૂરતાં નહીં, પરંતુ માં-બાપની મજબૂરી દર્શાવે છે. ચિઠ્ઠી વાંચી દરેક લોકોની આંખોમાં આસૂ આવી ગયા.
બાળકી પાસે એક ચિઠ્ઠી પણ મુકવામાં આવી હતી, જે આ પરિવારની લાચારી દર્શાવે છે. આ પત્રમાં બાળકીના માતાપિતાએ અંગ્રેજીમાં લખ્યું હતું, અમને ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે, અમારે આ કરવું પડી રહ્યું છે, પરંતુ, અમારી પાસે અન્ય બીજો કોઈ રસ્તો નથી. અમે આ બાળકીનું માનસિક તેમજ આર્થિક રીતે પાલન- પોષણ કરી શકીએ તેમ નથી. મહેરબાની કરી આને બીજા કોઈ સાથે ન સરખાવજો તેમજ આ કિસ્સાને વધુ ન ફેલાવશો. અમે નથી ઈચ્છતા કે, અમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, એ તેને પણ સામનો કરવો પડે. અમે તમને વિનંતી કરીએ છીએ કે, માસુમની જીંદગી બચાવી લો. અમને આશા છે કે, એક દિવસ અમે તેને પરત લઈ શકીશું. અમે તેનાથી નજીક છીએ, અમને માફ કરજો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને છોકરીને તેમની કસ્ટડીમાં લઈને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી છે. (૩૮.૫)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
